fbpx
Saturday, April 1, 2023

અભિનેત્રી સામંથાના બોલ્ડ સીનને લઈને નારાજ થયો હતો નાગા ચૈતન્ય, શું આ કારણે બંને અલગ થયા?

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના છુટાછેડાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા.સામંથા અને નાગાની જોડી ચાહકોને ખુબ પસંદ આવતી હતી. પરંતુ અચાનક તેમના લગ્ન તૂટી જતા ચાહકોને પણ ઝટકો લાગ્યો હતો. જો કે, બંને શા માટે અલગ થયા તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

સામંથા ઘણી વાર છૂટાછેડા વિશે જાહેરમાં વાત કરતી જોવા મળી છે, પરંતુ નાગા ચૈતન્યએ ક્યારેય જાહેરમાં તેના વિશે વાત કરી નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે નાગા સામંથાના બોલ્ડ રોલ કરવાથી નારાજ હતા. બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ, નાગા ચૈતન્ય તેમજ તેના માતા-પિતા નહોતા ઈચ્છતા કે સામંથા કોઈ ફિલ્મ કે વેબસિરીઝમાં બોલ્ડ સીન કરે.

શું આ કારણે બંને અલગ થયા ?

અહેવાલો અનુસાર, નાગા ચૈતન્ય અને તેનો પરિવાર પણ ધ ફેમિલી મેન 2 માં અભિનેત્રીનો બોલ્ડ સીન જોઈને ખૂબ જ નારાજ થયા હતા.હાલમાં નાગા ચૈતન્યનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેને તેના પાત્રોની પસંદગી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર અભિનેતાએ જવાબ આપ્યો, હું દરેક પ્રકારના પાત્રો કરવા માગુ છું, પરંતુ હું એવા રોલ નહીં કરીશ જેનાથી મારા પરિવારને ઠેસ પહોંચે. નાગાના આ નિવેદન બાદથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બોલ્ડ રોલ સામંથાથી અલગ થવાનુ કારણ છે.

પુષ્પાનું આઈટમ સોંગ રિલીઝ

તમને જણાવી દઈએ કે, સમંથાએ હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝનું એક આઈટમ સોંગ કર્યું છે. આ સોંગમાં સામંથાના બોલ્ડ ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. સામંથાએ કરિયરમાં પહેલીવાર આ આઈટમ સોંગ કર્યું છે. સામંથાનું આ સોંગ ચાહકોને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles