fbpx
Thursday, March 28, 2024

Money Laundering Case : નોરા ફતેહી અને જેકલીન બાદ આ બોલિવુડ સેલિબ્રિટી પણ EDની રડાર પર

Money Laundering Case :  બોલિવૂડની બે અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી 200 કરોડના ખંડણી કેસના મુખ્ય સૂત્રધાર સુકેશ ચંદ્રશેખર સાથે પહેલેથી જ સંબંધ ધરાવે છે. જેથી આ કેસમાં અનેકવાર આ બંને અભિનેત્રીની પુછપરછ કરવામાં આવી છે. ત્યારે મળતા અહેવાલો પ્રમાણે આ કેસમાં જેકલીન અને નોરા બાદ અન્ય કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નિશાના પર છે.

ED આ કેસમાં વધુ બોલિવૂડ સેલિબ્રિટીઓને પાઠવી શકે છે સમન્સ

અહેવાલ મુજબ, ED આ કેસમાં વધુ બોલિવૂડ સેલિબ્રિટીઓને સમન્સ મોકલી શકે છે. એક રિપોર્ટ મુજબ, જેક્લીન અને નોરા સિવાય EDને અન્ય કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઓના સુકેશ સાથે નાણાકીય લેવડ-દેવડના રેકોર્ડ મળ્યા છે. હાલમાં, આ માહિતી જાહેર કરવામાં આવી નથી કે આ સેલિબ્રિટી કોણ છે અને ન તો EDએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે.

નોરા અને જેકલીનને સુકેશ દ્વારા મોંઘી ભેટ આપવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે, EDએ આ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં જેકલીન અને નોરાના નામ પણ સામેલ છે. આ ચાર્જશીટ દ્વારા EDએ દાવો કર્યો છે કે સુકેશ દ્વારા જેકલીનને કરોડોની ભેટ મળી હતી, જેમાં 52 લાખની કિંમતનો ઘોડો અને 9 લાખની કિંમતની એક ગાડીનો સમાવેશ થાય છે. આ સિવાય જેકલીનને સુકેશ પાસેથી હીરાની વસ્તુઓ અને મોંઘા કપડાં ભેટ તરીકે મળ્યા હતા.

આ પહેલા સુકેશ સાથે જેકલીનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરો વાયરલ થયા બાદ જેકલીનના એ દાવા પર સવાલો ઉભા થયા હતા કે એક્ટ્રેસનો ખંડણીના આરોપી સુકેશ સાથે કોઈ સંબંધ નથી. બંનેના ડેટિંગના સમાચારોએ પણ હાલ વેગ પકડ્યો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles