fbpx
Thursday, April 25, 2024

‘લક હો તો ઐસા’: 2002માં લીધેલી લોટરીના નંબરે જીતાવ્યો કરોડોનો જેકપોટ ! આ વ્યક્તિ રાતો-રાત બની ગયો કરોડપતિ

Viral: ક્યારે કોનુ નસીબ બદલાય જાય,કંઈ કહી શકાય નહીં. આપણે ત્યાં કહેવત છે કે ભગવાન જ્યારે પણ આપે ત્યારે છપ્પડ ફાડીને આપે છે. જ્યારે નસીબ સાથ આપે ત્યારે જીંદગી બદલાતા વાર લાગતી નથી. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. વર્જિનિયાના સફોકના રહેવાસી એલ્વિન કોપલેન્ડ સાથે કંઈક આવુ જ થયુ છે.

તેની કહાની સાંભળીને તમે પણ નસીબ પર વિશ્વાસ કરવા લાગશો. એલ્વિન કોપલેન્ડે તાજેતરમાં $1 મિલિયન એટલે કે લગભગ 7.6 કરોડનો જેકપોટ જીત્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ તેને આ લોટરી પહેલીવાર નથી લાગી. વર્ષ 2002માં પણ તેને આવી જ લોટરી જીતી હતી.

આ નંબરોથી જીત્યો જેકપોટ!

રસપ્રદ વાત એ છે કે વર્ષ 2002માં તેણે જે નંબરથી 76 લાખ રૂપિયાની લોટરી જીતી હતી, તે જ નંબરોથી તેણે આ જેકપોટ જીત્યો છે. એલ્વિન કોપલેન્ડે જણાવ્યુ કે, સફોકમાં 7-Eleven સ્ટોરમાંથી Cash4Life ટિકિટ ખરીદ્યા પછી તેણે એ જ સામાન્ય નંબરો સાથે આ ગેમ રમવાનું શરૂ કર્યું. ટિકિટ ખરીદ્યા પછી 4 ડિસેમ્બરના રોજ ડ્રો માટે અનુમાન લગાવેલા પાંચ નંબર, 8-11-25-45-48, સાચા પડ્યા. આ રીતે તેણે બીજી વખત કરોડોની લોટરી જીતી. તેણે કહ્યું કે તે બીજી વખત લોટરી જીતીને ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે તે આ કરોડો રૂપિયા તેના પરિવાર પર ખર્ચ કરશે.

2002માં 76 લાખ જીત્યા હતા

લોટરી જીતનાર એલ્વિન કોપલેન્ડે કહ્યું કે આ પહેલી વાર નથી કે મને લોટરી લાગી હોય. અગાઉ 2002માં મેં 76 લાખ રૂપિયા જીત્યા હતા. તે સમયે મેં 2 ડોલરમાં ટિકિટ ખરીદી હતી. તે સમયે મને કલ્પના નહોતી કે નસીબ કામ કરશે અને હું આ રીતે લોટરી જીતી જઈશ.આ ઘટના સામે આવતા લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. તેમજ લોકો આ વ્યક્તિના નસીબની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles