fbpx
Friday, March 29, 2024

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને યાદ કર્યા સંઘર્ષના દિવસો, મહાનાયક અમિતાભે આ રીતે આપી પ્રતિક્રિયા

Abhishek Bachchan : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી રહ્યા છે. તેની ફિલ્મ Bob Biswas હાલમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અભિષેકે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં 21 વર્ષ પૂરા કર્યા છે, ત્યારે તેણે પોતાના સંઘર્ષની વાત વાગોળી છે.

અભિષેક બચ્ચને જુના દિવસોને યાદ કરતા જણાવ્યુ છે કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર હોવા છતાં તેને ફિલ્મ મળવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. વધુમાં અભિષેકે કહ્યું કે, મારી 21 વર્ષની સફરમાં મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે.

બે વર્ષના સંઘર્ષ બાદ આ ફિલ્મ મળી હતી

અભિષેક બચ્ચને કહ્યું હતું કે, તેમને તેમની પહેલી ફિલ્મ મળતા 2 વર્ષ લાગ્યા હતા. ઘણા લોકોને લાગે છે કે, મહાનાયક બચ્ચનનો પુત્ર હોવાને કારણે લોકો લાઈન લગાવીને ઉભા હતા, પણ ખરેખર એવું ન હતું. મેં કામની શરૂઆત કરતા પહેલા દરેક ડિરેક્ટર સાથે વાત કરી હતી અને તેમણે મારી સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.

અમિતાભ બચ્ચને આ રીતે રિએક્ટ કર્યુ 

અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક પર પ્રેમ વરસાવતા અભિષેકના ઇન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યુ કે, સંઘર્ષ વિના કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. મને તારા સંઘર્ષ પર ગર્વ છે. હું તારી સિદ્ધિથી ખૂબ જ ખુશ છું. હું આશા રાખું છું કે તારા દાદાજીના શબ્દો અને પ્રાર્થનાઓ અમારી સાથે અને આવનારી પેઢીઓ સાથે પણ રહે.

આ ફિલ્મથી અભિષેકને મળી ઓળખ

તમને જણાવી દઈએ કે, અભિષેકે ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર લીડ રોલમાં જોવા મળી હતી. બંનેએ પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત સાથે કરી હતી. અભિષેકને તેની અસલી ઓળખ ફિલ્મ ધૂમથી મળી હતી. આ પછી તે ગુરુ, હાઉસફુલ 4, પા, બોલ બચ્ચન જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. લાંબા વિરામ બાદ અભિષેકે અનુરાગ કશ્યપની મનમર્ઝિયા સાથે ફરી વાપસી કરી હતી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક છેલ્લે Bob Biswas માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં દસવીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક રાજનેતાના રોલમાં જોવા મળશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles