fbpx
Wednesday, June 7, 2023

વરરાજાને દહેજની માગણી કરવી ભારે પડી ! દુલ્હનના પરિવારે લગ્ન મંડપમાં જ કરી નાખી ધોલાઈ

લગ્નની સિઝન શરૂ થતાં જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબંધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક લગ્નમાં ડાન્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક લગ્નનો શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં વરરાજાને દુલ્હનના ઘરવાળા પાસેથી દહેજ માગવુ ભારે પડી જાય છે.

લગ્નમાં જોયા જેવી થઈ

આ મામલો ગાઝિયાબાદના સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતા અહેવાલ અનુસાર સાહિબાબાદના એક બેન્ક્વેટ હોલમાં આ લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો વરરાજાને ઘેરીને મારતા જોવા મળે છે. બાદમાં કેટલાક મહેમાનો દુલ્હનના પરિવારને આમ કરતા રોકી રહ્યા છે. લગ્નમાં આ પ્રકારનો તમાસો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાના પરિવારજનો વરરાજાને ખેંચીને બહાર જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે દુલ્હનના સંબંધીઓએ વરરાજાને બરાબરનો મેથી પાક આપ્યો. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે વરરાજાને દહેજ માગવો ભારે પડ્યો….! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

પોલીસે શરૂ કરી તપાસ

કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હન પક્ષના લોકોએ વરરાજા પર દહેજની માગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles