Elon Musk Story: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે કહ્યું છે કે તેઓ વગર કોઈ પૈસે અમેરિકા આવ્યા હતા અને તેમના પર એક લાખ ડોલરથી વધુનું દેવું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં ટેસ્લાના સ્થાપક અને અવકાશ ઉદ્યોગસાહસિક મસ્કને 2021 માટે ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ જ વર્ષે તેમણે સ્પેસ સેક્ટરમાં તેમના હરીફ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસને પાછળ છોડી દીધા છે અને તેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
મસ્કે એક ટ્વીટમાં કહ્યું કે તેઓ કોઈ પણ પૈસા વગર અમેરિકા આવ્યા હતા અને ગ્રેજ્યુએશન સમયે તેમના પર એક લાખ ડોલરથી વધુનું દેવું હતું. તેમણે જણાવ્યું કે આ સ્કોલરશીપ અને શાળાના સમયે બે નોકરીઓમાં કામ કરવા છતાં તેઓ એક પોસ્ટ પર રીપ્લાઈ કરી રહ્યા હતા. જે તેમની અમેરિકા જવા અંગે હતી. જ્યારે તેમની ઉંમર 17 વર્ષની હતી.
17 વર્ષની ઉંમરે અમેરિકા આવ્યા હતા
Whole Mars Catalogએ ટ્વીટ કર્યુ હતું કે જ્યારે તેઓ 17 વર્ષના હતા, એલોન મસ્ક અમેરિકા આવ્યા હતા. તેમણે આ દેશ માટે સંપત્તિ એકઠી કરી છે. તેઓએ અમારી સરકાર માટે ટેક્સની આવક ઊભી કરી છે. તેઓએ યુએસ નિકાસમાં વધારો કર્યો છે. તેમણે ટ્વીટમાં વધુમાં કહ્યું કે તેમના મતે મસ્કે આપણી રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો કર્યો છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે મસ્કે નોકરીઓ ઉભી કરી અને લાખોપતિ બનાવ્યા.
મસ્કની માતા કેનેડાના રહેવાસી હતા અને તેના પિતા દક્ષિણ આફ્રિકાથી આવતા હતા. તેઓ દક્ષિણ આફ્રિકામાં મોટા થયા હતા. જ્યારે તેઓ શાળામાં હતા, ત્યારે તેમને ખૂબ જ હેરાન કરવામાં આવતા હતા, જે ઘણીવાર હિંસક પણ થઈ જતું હતું. તેમની સંભાળ તેમના પિતા દ્વારા કરવામાં આવી હતી, જેના પર તેમનું કહેવું છે કે તેઓ ખરાબ કરવાની ક્ષમતા રાખતા હતા. મસ્ક 12 વર્ષની ઉંમરે પ્રોગ્રામિંગ શીખ્યા અને તેમણે 500 ડોલરમાં એક ગેમ વેચી. જેને બ્લાસ્ટર નામ આપવામાં આવ્યું હતું.
સ્ટેનફોર્ડમાં પીએચડીમાં પ્રવેશ મેળવ્યો, પછી કોર્સ છોડી દીધો
તેમને એ વાત સમજાઈ ગઈ કે પોતાની સંપૂર્ણ ક્ષમતા જાણવા તેમણે અમેરિકા જવું પડશે. આ કારણે તેઓ અમેરિકા ચાલ્યા ગયા. તેમણે બેચલર ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે સ્ટેનફોર્ડમાં પીએચડી માટે પ્રવેશ મેળવ્યો. પરંતુ, તેમણે માત્ર બે દિવસ પછી કોર્સ છોડી દીધો. તે સમયે ઈન્ટરનેટ ક્ષેત્રે કામ કરતા લોકો માટે સિલિકોન વેલીમાં ઘણી તકો આવી રહી હતી. મસ્ક અને તેના ભાઈ કિમ્બલે Zip2 નામની કંપની શરૂ કરી.
આ વર્ષે ઓક્ટોબરમાં મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપનીનું મૂલ્યાંકન એક ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. આ સિવાય તેમની કંપની સ્પેસએક્સે અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે વર્ષ દરમિયાન કરાર કર્યા હતા. આ અંતર્ગત તેણે ઘણા મિશન શરૂ કર્યા, જેમાં એક asteroid પર આ રોકેટને ટેસ્ટ રનના ભાગરૂપે ટકરાવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં પૃથ્વી સાથે અવકાશમાં કોઈપણ પથ્થરની ટક્કર ટાળી શકાય.