fbpx
Saturday, April 20, 2024

ગીરસોમનાથમાં માનવભક્ષી દીપડાનો આતંક: માતાના ખોળામાંથી બાળાને ઉઠાવી ભાગ્યો, પણ જાંબાઝ ખેડૂતોએ…

ગીરસોમનાથ: ફરી એકવાર માનવભક્ષી દીપડાનો આંતક સામે આવત વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો છે.ગીરસોમનાથમાં ઉનાના ભડિયાદરમાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે. જેમાં માતાના ખોળામાં રમી રહેલી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો અને બાળકીને ઉઠાવી દીપડો ભાગ્યો હતો. 

આ આદમખોર દીપડાના મોઢામાંથી બાળકીને છોડાવવા માટે માતાએ બૂમાબૂમ કરી મૂકતા ખેતરમાં કામ કરનારા લોકો દીપડા પાછળ ભાગ્યા હતા. જેના કારણે દીપડો બાળકીને મુકી ભાગી છુટ્યો હતો. પરંતુ દીપડાના હુમલામાં બાળકીને ગળા, પગમાં ઈજા પહોંચી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ઉનાના ભડીયાદર ગામે ચાર વર્ષની બાળા પર દીપડાનો હુમલો થયો હોવાની ઘટનાના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વ્યવસાયે ખેડૂત દેવશીભાઈ મકવાણાની ચાર વર્ષની દીકરી જ્યારે પોતાની માતાના ખોળામાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ હુમલો કરી દીધો હતો. અચાનક દીપડો માતાના ખોળામાંથી બાળકીને લઈને ભાગ્યો હતો. પરંતુ સદનસીબે માતાએ બૂમો પાડતા ખેતરમાં કામ કરતા લોકો દીપડાની પાછળ દોડ્યા હતા. જેના કારણે દીપડો બાળાને મૂકીને ભાગ્યો હતો. 

અત્રે નોંધનીય છે કે, આ પહેલા 17મી ડિસેમ્બરે ઉના તાલુકાના સનખડા ગામે ભીડ ભંજન વાડી વિસ્તારમાં વાડીએથી ઘરે જતાં હતાં ત્યારે  ચાર વર્ષના બાળક પર દીપડાએ  હુમલો કરી દીધો હતો. પિતાએ દેકારો મચાવતા દિપડો નાસી છૂટ્યો હતો. બાળકને સારવાર માટે ઉના હોસ્પીટલે ખસેડાયો હતો. દીપડાના હુમલાને કારણે બાળકને માથાના ભાગે ઇજા પહોંચી છે. જોકે, બાળક હાલ સ્વસ્થ છે. બીજી તરફ આદમખોર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. 

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles