fbpx
Saturday, April 20, 2024

નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ કીને શા માટે થઈ શકે 100 વર્ષની જેલ, જાણો સમગ્ર મામલો

નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ કીને આપવામાં આવેલી ચાર વર્ષની સજાને મ્યાનમારની લશ્કરી અદાલતે ઘટાડીને બે વર્ષની કરી દીધી છે. તખ્તાપલટ બાદ તેમના પર લાગેલા ડઝનો કેસમાંથી અદાલતે આ પહેલો કેસ સંભળાવ્યો હતો. આ કેસને મુખ્યત્વે સૂ કીને સત્તાથી દૂર રાખવાના કાવતરા તરીકે જોવામાં આવ્યા હતા, તેમ છતાં મ્યાનમારના લશ્કરી શાસકોએ લોકશાહી સમર્થકોના વિરોધને દબાવવા માટે ક્રૂર કાર્યવાહી કરી હતી.

76 વર્ષીય સૂ કી વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે, જેમાંથી એકનો નિર્ણય આવતા અઠવાડિયે આવવાનો છે. જો તેઓ આ બધામાં દોષી સાબિત થાય છે તો તેમને 100 વર્ષ કે તેથી વધુ સમયની જેલ થઈ શકે છે. રિપોર્ટ જણાવે છે કે, સૂ કી વિરુદ્ધ 11 કેસ નોંધવામાં આવ્યા હતા, જે મુખ્યત્વે તેમને રાજકારણ અને લોકોની નજરથી દૂર રાખવા માટે કરવામાં આવ્યા હતા.

સૂ કીએ માનવ અધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રની નિયુક્ત મિશેલ સાથે તમામ આરોપોને નકારી કાઢતા તેને પાયાવિહોણા અને દેખાવા માટેના ગણાવ્યા. જે કેસોમાં તેમને 6 ડિસેમ્બરે 4 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી તેમાં કોવિડ સુરક્ષા પ્રોટોકોલ તોડવાનો આરોપ પણ સામેલ હતો. બીબીસીએ જણાવ્યું કે તેમણે માસ્ક અને ફેસ શીલ્ડ પહેરીને સમર્થકોનું અભિવાદન કર્યું હતું. તેમના પર પ્રદર્શનકર્તાને ખોટી અને ભડકાઉ વાતોથી ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

જો આરોપ સાચા સાબિત થશે તો સૂ કીને મોટી સજા થઈ શકે છે

બાદમાં તેમને અને તેમની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રસીના સોશ્યલ મીડિયા પેજ પર પોસ્ટ કરવામાં આવેલ કન્ટેન્ટ માટે જવાબદાર ગણાવતા, પાર્ટીના અન્ય સભ્યોને પણ સેના દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સૂ કીને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે, જ્યાંથી તેમને એક અઠવાડિયા બાદ ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના પર આરોપ મૂકવામાં આવશે કે તેમના સ્ટાફ પાસે વોકી ટોકી મળી છે, જેનો તેઓ અનધિકૃત રીતે ઉપયોગ કરી રહ્યા હતા.

એટલું જ નહીં તેમની સામે ભ્રષ્ટાચાર અને ગવર્નમેન્ટ સિક્રેટ એક્ટના ઉલ્લંઘનનો કેસસૂ કીની સજાને સ્વતંત્રતા અને લોકશાહીમાં દમનની કાર્યવાહી ગણાવીને તેની આકરી ટીકા કરવામાં આવી છે. યુકેએ મ્યાનમારની સેનાને રાજકીય કેદીઓને મુક્ત કરવા, વાતચીત સ્થાપિત કરવા અને લોકશાહી પુનઃસ્થાપિત કરવા હાકલ કરી છે. તો ભારતે પણ આ અંગે સખત વાંધો વ્યક્ત કરતા તાજેતરના નિર્ણયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે મ્યાનમારમાં લોકતાંત્રિક પરિવર્તનનું પણ સમર્થન કર્યું છે. પણ નોંધવામાં આવી રહ્યો છે. રિપોર્ટ એવું સૂચવે છે કે જો તેમના પરના આરોપો સાચા સાબિત થાય છે તો સૂ કીને 100 વર્ષથી વધુ સમયની જેલ થઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે કરી નિંદા

સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે 2021માં થયેલા સૈન્ય તખ્તાપલટની ટીકા કરતા સૂ કી અને તેના સાથીઓની મુક્તિ માટે આહ્વાન કર્યું છે. મ્યાનમાર માટે નિયુક્ત કરવામાં આવેલા યુએન હ્યુમન રાઈટ્સ તપાસકર્તાએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય, જુન્ટાને આપવામાં આવતી આર્થિક અને શસ્ત્રોની સહાય બંધ કરીને મ્યાનમારના લોકોને સમર્થન આપે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles