fbpx
Saturday, April 20, 2024

સાક્ષીએ 14 વર્ષ પછી ધોની સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી, જુઓ વાયરલ વિડિયો

ભારતના ભૂતપૂર્વ એમએસ ધોનીએ વર્ષ 2010માં સાક્ષી ધોની સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2015માં જીવા નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા.ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ દિવસોમાં ભલે ક્રિકેટથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થતી રહે છે. હાલમાં જ તેની પત્ની સાક્ષી ધોનીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં માહી સૂટ બૂટમાં જોવા મળ્યો હતો.

પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે મહેન્દ્ર સિંહ ધોની તેની પુત્રી જીવા અને પત્ની સાક્ષી ધોની સાથે જયપુર પહોંચ્યા હતા. સાક્ષી ધોનીએ લગ્નના એક કાર્યક્રમની તસવીર શેર કરી જેમાં બંને એકબીજા સાથે સારો સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે.

સાક્ષી ધોનીએ કેપ્શનમાં લખ્યું, ’14 વર્ષ, જ્યારે અમે પહેલીવાર મળ્યા હતા.’ સાક્ષી અને ધોનીની પહેલી મુલાકાત વર્ષ 2007માં થઈ હતી. ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા  હતા.સાક્ષી અને ધોનીને જીવા નામની એક પુત્રી છે. એમએસ ધોની ફેબ્રુઆરી 2015માં પ્રથમ વખત પિતા બન્યો હતો અને જીવા છ વર્ષની છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે પોતાની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બનાવી હતી. ધોનીને આગામી ત્રણ સિઝન માટે ચેન્નાઈએ જાળવી રાખ્યો છે. તે જ સમયે, તે ટી20 વર્લ્ડ કપમાં મેન્ટર તરીકે ટીમ ઈન્ડિયા સાથે ગયો હતો. જોકે ટીમ નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શકી ન હતી.કોંગ્રેસના નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં આ દંપતીએ હાજરી આપી હતી. આ લગ્નમાં ધોની અને સાક્ષી વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles