fbpx
Tuesday, April 23, 2024

સોનમ ગુપ્તા બાદ હવે રાશિ નીકળી બેવફા ! 20 રૂપિયાની નોટ વાયરલ, ટ્વીટર પર ફની મીમ્સનો વરસાદ

સોનમ ગુપ્તા બેવફા હૈ… આ વાક્ય લખેલી એક ચલણી નોટ તમે સોશિયલ મીડિયા જોઇ જ હશે. અને તેને લગતા મીમ્સ પણ જોયા જ હશે. બાય ધ વે, આ સોનમ ગુપ્તા કોણ હતી ? નોટ પર તેના વિશે કોણે લખ્યું હતુ, તે જાહેર થાય તે પહેલા અચાનક જ સોશિયલ મીડિયા પર ‘રાશિ બેવફા હૈ’ ટ્રેન્ડમાં આવી ગયુ છે. માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર યુઝર્સ આ બાબતે ઘણા મીમ્સ શેર કરી રહ્યા છે. આ સાથે સોનમ ગુપ્તા ફરી એકવાર લોકોની જીભ પર આવી ગઈ છે.

ખરેખર, હવે કોઈએ 20 રૂપિયાની નોટ પર ‘રાશિ બેવફા હૈ’ લખ્યું છે, જેનો ફોટો ટ્વિટર પર વાયરલ થયો છે. દરેક વ્યક્તિ રમુજી મીમ્સ શેર કરીને તેને ટ્રેન્ડ બનાવી રહી છે. ટ્વિટરના આ નવા ટ્રેન્ડ પર દરેક લોકો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ટ્વિટર પર ‘રાશી બેવફા હૈ’ મીમ્સનું પૂર આવ્યું છે. સોનમ ગુપ્તા બાદ હવે લોકો રાશિની કુંડળી શોધવામાં વ્યસ્ત છે. ચાલો જોઈએ કે લોકો આ મુદ્દે કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સોનમ ગુપ્તાના ટ્રેન્ડ બાદ આ નામની યુવતીઓ ખૂબ જ પરેશાન હતી. ઘણા લોકો એ વાતથી ચિડાઈ પણ ગયા કે તેનું નામ સોનમ ગુપ્તા કેમ છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles