fbpx
Wednesday, April 17, 2024

Viral: IASએ શેર કરી લગ્નમાં બચેલા ભોજનની તસવીર, લોકોએ કહ્યું કે તેનાથી ઘણા ભૂખ્યા ગરીબોનું પેટ ભરાશે

ભારતમાં લગ્નોમાં પાણીની જેમ પૈસા વેડફાય છે! ડેકોરેશનથી લઈને ફૂડ અને વર-કન્યાના ડ્રેસ બધું જ ખાસ હોય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં લગ્ન દરમિયાન લાખો રૂપિયા માત્ર ખાવા પર જ ખર્ચવામાં આવે છે. આવી સ્થિતિમાં ભોજનનો સૌથી વધુ બગાડ લગ્નોમાં જ જોવા મળે છે. ઘણી વખત લગ્નોમાં જોવા મળે છે કે લોકો આખી થાળી કચરાપેટીમાં ભરીને જ ખાવાનું ફેંકી દે છે.

આ સ્થિતિ ત્યારે છે જ્યારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021માં 116 દેશોની યાદીમાં ભારત 101મા ક્રમે છે. આવી સ્થિતિમાં લગ્ન અને પાર્ટીઓમાં ભોજનનો બગાડ વિડંબના સમાન છે. હાલના દિવસોમાં એક તસવીર વાયરલ થઈ રહી છે. જે ખરેખર ચિંતાજનક છે.

નાનપણથી આપણે બધા એ સાંભળતા આવીએ છીએ કે ખોરાકનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ લગ્ન કે કોઈપણ મોટા કાર્યક્રમમાં આપણે બાળપણનો આ પાઠ ભૂલી જઈએ છીએ. આનો પુરાવો આ વાયરલ તસ્વીર છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હેઠી થાળીઓ તેમજ લગ્નમાં બચેલો બગાડાયેલો ખોરાક સાફ કરતો જોવા મળી રહ્યો છે. જો આ ખોરાક ઘણા ભૂખ્યા લોકોનું પેટ સરળતાથી ભરી શકત.

વાયરલ થઈ રહેલી આ તસવીર IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘એ ફોટો જે તમારા વેડિંગ ફોટોગ્રાફરથી છૂટી ગઈ, ખાવાનું બગાડવાનું બંધ કરો.’ આ તસવીર જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને કમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘આમ તો, લોકો થાળી પણ ચાડી જતા હોય છે તો પછી લગ્નમાં ભોજનનો બગાડ શા માટે કરે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘એવા નિયમો બનાવવા જોઈએ જેથી ખોરાકનો આવો બગાડ ટાળી શકાય.’ લખ્યું કે, ‘લગ્ન દરમિયાન બચેલો ખોરાક જરૂરિયાતમંદોમાં વહેંચવો જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles