લવંડરનું તેલ : એન્ટિસેપ્ટિક ગુણધર્મોથી સમૃદ્ધ, લવંડરનું તેલ બેક્ટેરિયા અને ફૂગને દૂર કરવામાં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે. તે ફોલ્લાઓને થતા અટકાવે છે. તેના થોડા ટીપા નાખીને સ્નાન કરવામાં આવે તો માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે.

નીલગિરીનું તેલ : નીલગિરીનું તેલ તાસીરમાં ખૂબ જ ગરમ છે અને શરદી-ખાંસી અને બંધ નાકની સમસ્યામાં ઉપયોગી છે. પાણી ઉકાળતી વખતે નીલગિરીના તેલના થોડા ટીપા પાણીમાં નાખવાથી બંધ નાક ખુલે છે.

પેપરમિન્ટ ઓઈલ : જો માથાના દુખાવાની સમસ્યા હોય તો પેપરમિન્ટ ઓઈલના થોડા ટીપાં કોઈ સામાન્ય તેલમાં નાખીને કપાળ પર માલિશ કરો. માથાના દુખાવામાં ઘણી રાહત થશે. આ સિવાય તેનો મસાજ સોજા, માંસપેશીઓમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યામાં પણ ખૂબ જ ઉપયોગી છે.

લેમન ઓઈલ : લેમન ઓઈલમાં ખૂબ જ શક્તિશાળી એન્ટી-માઈક્રોબાયલ એજન્ટ જોવા મળે છે. તણાવની સ્થિતિમાં તે તમારા મૂડને સુધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેના થોડાં ટીપાં પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા અને કુદરતી ચમક લાવવા માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.

ટી ટ્રી ઓઈલ : ટી ટ્રી ઓઈલ એન્ટીબેક્ટેરિયલ માનવામાં આવે છે. તે ખંજવાળ, ખીલ, ઘા, જંતુનું કરડવુ, સનબર્ન, મસાઓ, દાદર અને ખોડો જેવી સમસ્યાઓમાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે.