fbpx
Saturday, April 20, 2024

પિતા અને પુત્રીના આ ક્યૂટ viral videoએ 130 મિલિયનથી વધુ લોકોને હસાવ્યા

પિતા અને પુત્રી વચ્ચેનો સંબંધ વિશ્વનો સૌથી અનોખો સંબંધ છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે દીકરો તેની માતાની વધુ નજીક હોય છે, જ્યારે દીકરીઓ તેના પિતાની સૌથી વધુ નજીક હોય છે. જ્યાં એક પિતા માટે તેની પુત્રી વિશ્વની સૌથી સુંદર અને શ્રેષ્ઠ પુત્રી હોય છે, ત્યારે પુત્રીઓ માટે પણ પોતાના પિતા સુપરહીરો કરતા કંઈ ઓછા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર પિતા-પુત્રીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે દરેકનું દિલ જીતી લીધું છે.

તમે જોયું જ હશે કે જો બાળકો ઘરમાં રહે છે, તો તેઓ કોઈને કોઈ મસ્તી કરતા રહે છે. ક્યારેક તેઓ કંઈક ઢોળી દે છે, ક્યારેક તેઓ કંઈક તોડી નાખે છે અને જો ભૂલથી તેમના હાથમાં પેન અથવા કલર પેન્સિલ આવી જાય છે, તો શું કહેવું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

દીકરીના હાથમાં ક્યાંકથી કાળા રંગની પેન આવી છે, જેના પછી તે પોતાની કલા બતાવતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીકરીએ માત્ર પોતાના શરીરને પેનથી દોર્યું નથી, પરંતુ તેના પિતાના શરીરને પણ લીટા દોરેલા જોવા મળે છે. સાથે જ પિતા પણ દીકરીની આ શરારત અવગણીને પલંગ પર આરામથી સૂઈ રહ્યા છે અને દીકરી આડેધડ તેના શરીર પર પેન ચલાવી રહી છે. હવે છોકરીની આવું તોફાન જોઈને હસવું નહી આવે તો બીજું શું આવશે. આ વીડિયો ખુબ જ ફની છે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર videom.bebek નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં રેકોર્ડ 134 મિલિયન એટલે કે 13.4 કરોડ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 3.6 મિલિયન એટલે કે 36 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. .

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયોને જોઈને કેટલાક લોકોને તેમનું બાળપણ યાદ આવી ગયું છે તો કેટલાક લોકોએ આ વીડિયોને ખૂબ જ ફની ગણાવ્યો છે, જેને જોઈને હસવું આવી જાય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles