fbpx
Thursday, April 25, 2024

Junagadh :આવતીકાલથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે, નાગા બાવાના ધૂણા ચેતવવાનું શરૂ થઈ ગયું છે…

જૂનાગઢના ભવનાથમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો આવતી કાલથી શરૂ થઈ જશે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. આ મેળામાં આવતા નાગા બાવાનું ખાસ મહત્ત્વ છે. રાજ્યમાં એકમાત્ર આ મેળા જ તે જોવા મળે છે. ભવનાથમાં તેમનું આગમન શરૂ થઈ ગયું છે અને ધૂણા ચેતવવાનું શરૂ કરી દીધું છે.

બે વર્ષ બાદ મહાશિવરાત્રી મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એસ.ટી.નિગમ અને પોલીસ વિભાગ દ્વારા નવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે

મહાશિવરાત્રી મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ યાત્રિકો માટે જુનાગઢ એસટી વિભાગ દ્વારા તારીખ 25 થી બસ સ્ટેન્ડ ખાતે ભવનાથ જવા માટે 50 મીની બસ શરૂ કરવામાં આવશે. જેનું ભાડું માત્ર 20 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મેળામાં અન્ય શહેરના લોકો આવી શકે તે માટે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, સહિતના અન્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોની જૂનાગઢ વિભાગની 225 મોટી બસ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર વિભાગે 75 બસ મળી કુલ 350 બસ દોડાવવામાં આવશે..

નાગા સાધુ અને ધુણાનું મહત્વ

ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ પ્રજ્વલિંત રાખવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે. ધુણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધુણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિ પ્રસાદીરૂપે આપવામાં આવે છે. લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણા એ સાધુ સંતોની ઓળખ છે અને ધુણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે. શિવરાત્રીનુ સ્નાન પૂર્ણ કરી અને ધુણાનું વિસર્જન કરવામાં આવે છે.

અન્નક્ષેત્રો પણ ધમધમવા લાગ્યા

મેળામાં આવતા ભાવિકોને જમાડવાની સેવા કરવા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. આવતીકાલથી મેળો શરૂ થતો હોય અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યાં છે.

મેળામાં 2800 જેટલા પોલીસ જવાનોને બંદોબસ્ત ગોઠવાશે

શિવરાત્રિનાં મેળામાં પોલીસ બંદોબસ્ત મૂકવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. શહેરના જુદા-જુદા માર્ગો પર રાવટી ઊભી કરવામાં આવી છે. મેળાનાં પ્રારંભ સાથે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે. મેળામાં ડીવાયએસપી., પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, જીઆરડી જવાન મળી અંદાજે 2800 જેટલા પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત રહેશે.

C.R. પાટીલે ભવનાથ મહાદેવનાં દર્શન કર્યાં

ગુજરાત રાજ્યનાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે ભવનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતા અને મેળાને લઈ ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. પાટીલે ગર્ભગૃહમાં કપૂજા અર્ચના કરી હતી અને સાધુ-સંતો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભવનાથના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles