fbpx
Friday, March 29, 2024

દુલ્હનએ લગ્નના લહેંગામાં કર્યો ભાંગડા ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ…

ભારતીય સમાજમાં લગ્ન એ નાચ-ગાન માટે શ્રેષ્ઠ અવસર ગણાય છે.  લગ્ન એક મોટો પ્રસંગ છે. તેથી, તેને યાદગાર બનાવવા માટે, ફોટોશૂટથી લઈને દુલ્હનની એન્ટ્રી અને ડાન્સ સુધી બધું જ ખાસ આયોજન કરવું પડે છે. આ દિવસોમાં આ વીડિયો ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ વાયરલ વિડીયોમાં માત્ર મહેમાનોએ જ નહિ, પરંતુ આ બ્રાઇડે પણ જોરદાર ભાંગડા ડાન્સ કર્યો હતો. આ બ્રાઇડ એક મેકઅપ આર્ટિસ્ટ છે, જેનું નામ આયુશી છે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો 12 ફેબ્રુઆરીના રોજ શેર કર્યો હતો, જેને અત્યાર સુઘીમાં 2.5 મિલીયન વ્યુઝ મળી ચુકયા છે. આ વિડીયોમાં જોવા મળતી બ્રાઇડે ભારે ભરખમ વેડિંગ લહેંગામાં ઢોલ- નગારાના તાલે ભાંગડા ડાન્સ કર્યો હતો. આ વિડીયો તમને ખૂબ આશ્ચર્યચકિત કરી શકે છે.

તેણે આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, નોટ અ શાય બ્રાઇડ. વ્હુ વોન્ટસ ધિસ મચ કોન્ફીડન્સ ?

‘છેવટે, એક બ્રાઇડ કે જે તેના લગ્નના દિવસે શરમાળ નથી બનતી અને ડાન્સ કરવાથી, આનંદ માણવાથી ડરતી નથી. આ જોવામાં ખૂબ જ તાજગી આપે છે.’ એક યુઝરે લખ્યું. ‘તે આટલા ભારે લહેંગામાં કેવી રીતે ડાન્સ કરી રહી છે,’ બીજાએ કોમેન્ટ કરી. ‘સૌથી એનરજેટિક બ્રાઇડ.’ ત્રીજાએ પોસ્ટ કર્યું.

બ્રાઇડના આ અદ્ભુત ડાન્સ વિશે તમે શું વિચારો છો?

અલબત્ત, આ વીડિયો જોયા પછી તમે પણ આ દુલ્હનના વખાણ કરતાં થાકશો નહીં. વિડિયોમાં દુલ્હન જે રીતે ઢોલના તાલે સ્ટેપ બતાવે છે, તે તમને ખરેખર ક્યૂટ લાગશે. આ વિડીયો તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર 25 લાખથી વધુ વ્યૂઝ અને 1 લાખ 68 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles