fbpx
Friday, March 29, 2024

McDonald’s બારીક સમારેલી કોથમીરમાંથી બનાવ્યો આઈસ્ક્રીમ, ફોટો જોઈને આઈસ્ક્રીમ પ્રેમીઓ ચોંકી ગયા

આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ લોકોના મોંઢામા પાણી આવવા લાગે છે અને આમ પણ આ વાનગી એવી છે કે દરેક ઉંમરના લોકો તેને શોખથી ખાય છે, પરંતુ બધાની પસંદની આ વાનગી સાથે અજીબો ગરીબ પ્રયોગ કરવામાં આવે તો શું થશે? જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, ખોરાક સાથેના વિચિત્ર પ્રયોગોની દરરોજ ચર્ચા થાય છે. ઘણીવાર જોવામાં આવે છે કે સ્થાનિક વિક્રેતાઓ દ્વારા આવા પ્રયોગો કરવામાં આવે છે, પરંતુ આ વખતે વિશ્વભરમાં તેની ફૂડ ચેઈન ચલાવતી મેકડોનાલ્ડે આઈસ્ક્રીમ પર એક પ્રયોગ કર્યો છે. જેને જોયા પછી તમે ચોક્કસપણે ચોંકી જશો.

ચીનમાં મેકડોનાલ્ડ કંપની કોથમીર વાળી આઈસ્ક્રીમ સર્વ કરી રહી છે. કંપનીએ કોથમીરને સજાવીને લોકો સમક્ષ આઈસ્ક્રીમની નવી ફ્લેવર રજૂ કરી અને તેને નામ આપ્યું – Cilantro Sundae. તે 25 ફેબ્રુઆરી સુધી જ લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ અનોખી વાનગી વિશે સાંભળીને લોકોના મગજ ચકરાવે ચડ્યા છે.

આ આઈસ્ક્રીમનો ફોટો ડેનિયલ અહમદ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક કપ ની અંદર આઈસ્ક્રીમ છે અને તેમાં સોફ્ટી પર ઝીણી સમારેલી કોથમીર એવી રીતે સજાવી છે કે, આપણા ઢાબા પર દાળ ફ્રાય પર કોથમીર નાખવામાં આવે છે. આ આઈસ્ક્રીમની કિંમત ચીનમાં 6.6 યુઆન એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ 77 રૂપિયા રાખવામાં આવી છે.

આ ફોટો જોયા બાદ જ્યાં આઈસ્ક્રીમ પ્રેમીઓના મન ચકરાવે ચડ્યા છે. ત્યાં કેટલાક લોકોએ આ પ્રયોગને એકવાર ચકાસવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 2020માં Oreo બિસ્કિટનું બર્ગર McDonald’s એ બનાવ્યું હતું.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles