fbpx
Saturday, April 1, 2023

શાહરૂખના લાડલાનો સ્વેગ વીડિયો થયો વાયરલ, યુઝર્સને આર્યનને જોઈને યાદ આવ્યો ‘સલમાન’

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

Viral Video : તાજેતરમાં કિંગખાન શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન IPLઓક્શનમાં જોવા મળ્યો હતો, જે બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ત્યારે આજકાલ આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આર્યન ખાન ડેનિમ જેકેટ અને લૂઝ જીન્સ પહેરેલો જોવા મળે છે અને બહેન સુહાના બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

આર્યન અને સુહાના ખાનનો સ્વૈગ જોઈને યુઝર્સ આપી આવી પ્રતિક્રિયા

ભાઈ-બહેનનો આ સ્વૈગને જોઈને ઘણા યુઝર્સ તેમની ડ્રેસિંગ સેન્સના વખાણ કરી રહયા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આર્યનનો સ્વૈગ સલમાન ખાન જેવો છે. જ્યારે બીજા યુઝરે લખ્યું  ‘આ સલમાન ખાન પાર્ટ- 2 છે’, તો કોઈએ કહ્યું કે, વાહ શું સ્ટાઈલ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

IPLમાં બહેન સુહાના સાથે જોવા મળ્યો હતો આર્યન

ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી આર્યન ખાન સતત કોન્ટ્રોવર્સીમાં જોવા મળ્યો છે. ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ આર્યન ખાન જાહેર જગ્યા પર જવાનુ ટાળી રહ્યો હતો, જો કે લાંબા સમય બાદ તે IPLમાં બહેન સુહાના સાથે જોવા મળ્યો હતો. IPLની હરાજીમાં શાહરૂખ ખાનનું પ્રતિનિધિત્વ આર્યન ખાન અને સુહાના ખાન દ્વારા કરવામાં આવ્યુ હતુ. IPLના ટ્વિટર એકાઉન્ટ પરથી આ ઈવેન્ટની તસવીરો શેર કરવામાં આવી હતી, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

આર્યન અને સુહાના શાહરૂખની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે હાજર રહયા હતા અને તેમની સાથે આ ટીમની કો-ઓનર જૂહી ચાવલાની પુત્રી જ્હાન્વી મહેતા પણ જોવા મળી હતી.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles