fbpx
Friday, April 19, 2024

શું છે ડેટા વાઈપર સાયબર એટેક જેના કારણે યુક્રેનિયન વેબસાઈટ્સ ક્રેશ થઈ અને રશિયા પર આરોપ

યુક્રેન અને રશિયા વચ્ચે 24 કલાકથી યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ આ યુદ્ધ પહેલા યુક્રેનમાં તાજેતરમાં ઘણા સાયબર હુમલા થયા છે. આ હુમલાઓને કારણે બુધવારે યુક્રેનની બેંક અને સરકારી વિભાગની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ. આના એક અઠવાડિયા પહેલા જ યુક્રેન સરકારની 50 વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી. યુક્રેન અને અમેરિકા એ આ સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. સાયબર સિક્યોરિટી કંપની ESETએ આ મામલે તપાસ કરી છે. કંપનીના નિષ્ણાતોનું કહેવું છે કે યુક્રેનની વેબસાઈટ પર ડેટા વાઈપર માલવેર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

વાઇપર એટેક શું છે અને તે માલવેરથી કેવી રીતે અલગ છે?

TOIના રિપોર્ટ અનુસાર, વાઇપર માલવેર એટેકને હર્મેટિક વાઇપર પણ કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનો સાયબર એટેક છે. આ હુમલામાં, સિસ્ટમનો સંપૂર્ણ ડેટા કાયમ માટે નષ્ટ થઈ શકે છે. ડેટા વાઇપર માલવેર અન્ય હુમલાઓ કરતા તદ્દન અલગ છે. એકવાર વાઇપર એટેકમાં ડેટા ડિલીટ થઈ જાય તે પછી તેને ફરીથી રિકવર કરી શકાતો નથી કારણ કે તે સિસ્ટમમાં હાજર તમામ માહિતીને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. સાયબર સિક્યોરિટી કંપની ESET અનુસાર, આ પ્રકારના એટેક દ્વારા હેકર્સ સર્વરને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકે છે.

2 મહિનાની તૈયારી બાદ સાયબર એટેક થયો

કંપનીનું કહેવું છે કે યુક્રેનમાં તાજેતરમાં સાયબર એટેક થયો છે. હર્મેટિક વાઇપર માલવેર યુક્રેનમાં સેંકડો કમ્પ્યુટર્સ પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ પછી DDoS હુમલો થયો. કંપનીનું માનવું છે કે યુક્રેનમાં સાયબર હુમલાની તૈયારીમાં લગભગ બે મહિના લાગ્યા હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસમાં એ વાત સામે આવી છે કે સાયબર હુમલા દરમિયાન ડેટા વાઇપિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે યુક્રેનમાં સેંકડો કમ્પ્યુટર્સ પર પહોંચાડવામાં આવ્યું હતો. પરિણામે બેંકો અને સરકારી વેબસાઈટોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જોકે યુક્રેનમાં આ નુકસાનને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

6 દેશોના સાયબર એક્સપર્ટ યુક્રેન પહોંચ્યા

ધ પ્રિન્ટના અહેવાલ મુજબ યુક્રેન ટેક્નોલોજીના મામલે પણ ગંભીર ખતરાઓનો સામનો કરી રહ્યું છે હવે જો બીજો સાયબર હુમલો થાય તો ઘણું બધું તબાહ થઈ શકે છે. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષાના નામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. યુક્રેનને મદદ કરવા માટે, 6 EU દેશો (લિથુઆનિયા, નેધરલેન્ડ, એસ્ટોનિયા, પોલેન્ડ, રોમાનિયા અને ક્રોએશિયા)એ તેમના સાયબર નિષ્ણાતો મોકલ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પણ આ મામલે યુક્રેનને મદદની ખાતરી આપી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles