fbpx
Wednesday, May 31, 2023

વરમાળાની વિધિ દરમિયાન વરરાજાનું મગજ ગયુ, કર્યું કંઈક એવું કે લોકોએ કહ્યું ‘એમાં ડ્રોનનો શું વાંક’

સોશિયલ મીડિયા પર ઘણીવાર રસપ્રદ અને ફની વીડિયો વાયરલ થતા રહે છે. લગ્ન અને વર-કન્યાના વીડિયો પણ ખૂબ વાયરલ થાય છે. ખાસ કરીને લગ્નને લગતા વીડિયો જે ઈન્ટરનેટની દુનિયામાં પ્રવેશતાની સાથે જ વાયરલ થઈ જાય છે. યુઝર્સ પણ આવા વીડિયોને ખૂબ જ રસથી જુએ છે અને પસંદ કરે છે. હાલના દિવસોમાં પણ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેને જોયા બાદ તમે પણ દંગ રહી જશો. આ જ વીડિયો પર યુઝર્સ ખૂબ જ ફની રિએક્શન પણ આપી રહ્યા છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આજકાલ લગ્નોમાં ખૂબ જ હાઇટેક રીતે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ખાસ કરીને વરમાળાની વિધિ, જેના માટે આજકાલ ડ્રોનનો પણ ઉપયોગ થાય છે. હવે જુઓ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં દુલ્હન વરમાળા માટે સ્ટેજ પર ઉભી છે. પરંતુ આ દરમિયાન વરરાજા કોઈ ખાસ કારણસર ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં તે કંઈક એવું કરી નાખે છે જેનાથી તમે હસી પડશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરમાળાને ડ્રોન દ્વારા હવામાં નીચે ઉતારવાની યોજના હતી. તે જોઈને બધાને નવાઈ લાગી. ડ્રોન લાંબા સમય સુધી વરરાજાના માથા ઉપર ફરતું રહે છે, આ જોઈને વરરાજા ગુસ્સે થઈ જાય છે, પછી વરરાજા માળા પકડીને જોરથી નીચે ખેંચે છે, જેના કારણે ડ્રોન પણ જમીન પર પડીને તૂટી જાય છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર johnnylaal નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ તમામ યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ‘આમાં ડ્રોનનું શું વાંક.’ જ્યારે અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે, ‘હવે ફોટોગ્રાફર પણ દુલ્હા પાસે બદલો લેવા માટે તમામ ફોટો ડિલીટ કરી દેશે.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 48 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles