fbpx
Thursday, March 28, 2024

નામ છે જયેશ ભાઈ અને કામ જોરદાર, જાણો ક્યારે રિલીઝ થઈ રહી છે રણવીર સિંહની ફિલ્મ

Jayeshbhai Jordar : રણવીર સિંહ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 83માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં રણવીરે કપિલ દેવની ભૂમિકા ભજવી હતી અને તેના કામના ખૂબ વખાણ થયા હતા. હવે રણવીર તેના અતરંગી અવતાર સાથે ફરી પાછો આવી રહ્યો છે. હવે રણવીર જયેશ ભાઈ જોરદાર ફિલ્મમાં જોવા મળવાનો છે, જેનો એક નાનકડો વીડિયો અભિનેતાએ શેર કર્યો છે અને તેના દ્વારા તેના પાત્રનો પરિચય આપ્યો છે.

આ સાથે રણવીરે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ વીડિયો એકદમ અલગ છે અને તેને જોયા બાદ ફેન્સ ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત થઈ ગયા છે.

આ વીડિયોમાં રણવીર હીરોની સ્ટાઈલ વિશે જણાવે છે, વીડિયો શેર કરતાં રણવીરે લખ્યું, ‘નામ જયશ ભાઈ છે અને કામ જોરદાર. 13મી મેના રોજ યશ રાજ ફિલ્મ્સ સાથે મોટી સ્ક્રીન પર જયશ ભાઈ જોરદારની ઉજવણી કરો.

તો રણવીરની આ ફિલ્મ આ વર્ષે 13મી મેના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણવીરની સાથે શાલિની પાંડે, બોમન ઈરાની અને રત્ના પાઠક શાહ પણ છે. દિવ્યાંગ ઠક્કર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

જણાવી દઈએ કે ,પહેલા આ ફિલ્મ આ વર્ષે ફેબ્રુઆરીમાં રીલિઝ થવાની હતી, પરંતુ ત્યારબાદ કોવિડના વધતા જતા કેસને કારણે થિયેટર બંધ થવા લાગ્યા અને ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી. આ ફિલ્મ સિવાય રણવીર સર્કસ અને રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. સર્કસમાં રણવીર સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે લીડ રોલમાં છે. બીજી તરફ, રણવીર અને આલિયા ભટ્ટની જોડી ફરીથી રોકી અને રાનીની લવસ્ટોરીમાં સાથે જોવા મળશે. અગાઉ બંને ગલી બોય ફિલ્મમાં જોવા મળ્યા હતા જે ખૂબ જ હિટ રહી હતી

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles