એક મહિલાએ એમ્બ્યુલન્સ બોલાવવા માટે 108 નંબર પર ફોન કર્યો.
ઓપરેટર : તમને શું સમસ્યા છે?
મહિલા : મારા પગની આંગણી ટેબલ સાથે અથડાઈ ગઈ છે.
ઓપરેટર હસતા હસતા બોલ્યો : અને તમે તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવા માંગો છો.
મહિલા : ના, એમ્બ્યુલન્સ તો હું મારા પતિ માટે મંગાવી રહી છું, તેમણે આ વાત પર હસવાની જરૂર ન હતી.🤪🤪🤣

યાત્રી ટ્રેનમાંથી ઉતર્યો, તેણે રાજુને પૂછ્યું,
આ ક્યુ સ્ટેશન છે?
રાજુ હસ્યો, વધુ જોરથી હસ્યો,
જોર જોરથી હસ્યો, હસતા હસતા લોટ પોટ થઈ ગયો,
અને ઘણી મુશ્કેલીથી પોતાને સંભાળતા બોલ્યો,
ગાંડા, આ રેલવે સ્ટેશન છે.🤣🤪🤣
મિત્રો, આશા છે કે તમને આ જોક્સ પસંદ આવ્યા હશે, તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.