fbpx
Thursday, April 25, 2024

ભક્તો હવે ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠના ઈતિહાસ તેમજ માં અંબાના દર્શન કરશે.

ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ અંબાજી આવતા ભક્તો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગબ્બર ગોખ પર હવે 51 શક્તિપીઠનું મહત્વ તેમજ શક્તિપીઠ અંબાજી માં અંબાના પ્રાગટ્યથી લઈને તેમના ઇતિહાસની કહાની લેઝર કિરણો દ્વારા ગબ્બર પર જોઈ શકાશે. રાત્રી દરમિયાન લેઝર કિરણોના મદદ દ્વારા માતાજીનો ઇતિહાસ ભક્તો નિહાળી શકશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ હવે લેસર શૉ અંબાજીમાં પણ દેખાશે

વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલના જીવન પર આધારિત ફિલ્મ લેઝર કિરણોની મદદથી રાત્રી દરમિયાન પ્રવાસીઓને દેખાડવામાં આવે છે. અંબાજીના ગબ્બર પર્વત પર હવે માં અંબાની ફિલ્મ ભક્તો દેખી શકશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ લેસર શૉ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે બાદ લેસર શૉ માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

શક્તિપીઠ અંબાજી અને 51 શક્તિપીઠનું માહાત્મ્ય લેસર શૉમાં દેખાશે

અંબાજી માં અંબાના દર્શન કરવા માટે લાખો ભક્તો દર વર્ષે આવે છે. આ ભક્તો માં અંબાનો મંદિર તેમજ ગબ્બરનો ઇતિહાસ જાણે. તેમજ 51 શક્તિપીઠ ક્યાં આવેલા છે. તેમજ તે તમામ સાથે માંના જોડાણની ફિલ્મો ભક્તોને લેસર કિરણોથી દેખાડી શકાશે. અંબાજીમાં ભારત તેમજ વિદેશમાં વસતા ભક્તો માતાના દર્શન કરવા આવે છે. ત્યારે તેઓ માં અંબાના ઇતિહાસ થી પરિચિત થાય તેમજ માતાના ઈતિહાસની સાચી સમજ કેળવે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

અંબાજી આવતા ભક્તો માટે લેસર શૉ માંના પ્રાગટ્યથી લઈ તેમની સાથે જોડાયેલી બાબતોથી ભક્તોને અવગત કરશે

અંબાજીમાં દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે આવે છે. ભક્તો સાથે બાળકો અને તેમના સ્વજનો પણ હોય છે. અંબાજી મંદિરની સ્થાપના તેમજ ગબ્બર ગોખ સાથે જોડાયેલી માતાજીની અનેક ઐતિહાસિક ઘટનાઓને લેઝર શો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. જિલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલે જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ અંબાજીમાં પણ હવે ભક્તો માટે લેઝર શો શરૂ કરવામાં આવશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. અંદાજીત 300 લોકો એકસાથે માં અંબાના પ્રાગટ્યથી લઇ 51 શક્તિપીઠના મહત્વના ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી બાબતોથી અવગત બને તે માટે લેઝર શો શરૂ કરવામાં આવશે. અંબાજી પર્વતનો સ્ટોન સપાટ હોવાથી આ પર્વત પર લેઝર કિરણો દ્વારા ભક્તોને માં અંબાનો મહિમા તેમજ તેના ઈતિહાસને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles