સુર્ય 14 માર્ચના રોજ કુંભ રાશિ માંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.સુર્ય જ્યારે પણ આ રાશિમાં પ્રવેશ કરે છે,તે દિવસને સંક્રાતિ નામથી ઓળખવામાં આવે છે.જેથી સુર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તેથી તે મીન સંક્રાતિ તરીકે ઓળખાવામાં આવશે.આજે અમે તમને જણાવીશુ કે આ રાશિ પરિવર્તનને કારણે કેવી સમસ્યા સર્જાઈ શકે છે.

કર્ક રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : કર્ક રાશિએ આ સમય દરમિયાન તેના સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.આ સિવાય કામ-ધંધામાં પણ સમસ્યાનો સામને કરવો પડી શકે છે.

ધન રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : આ રાશિ માટે પણ કંઈ ખાસ ફાયદો રહેશે નહિ.આ સમય દરમિયાન સટ્ટા માર્કટમાં જોડાયેલા લોકોને નુકશાન થવાની સંભાવના છે. ઉપરાંત આ સમય દરમિયાન કેટલીક વ્યક્તિગત સમસ્યાઓ પણ જોવા મળશે.

મેષ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : આ સમય દરમિયાન વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.જેને કારણે તે અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે નહીં.ઉપરાંત આ સમય દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે, કારણ કે આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે.મેષ રાશિ વાળાઓએ તેના વાણી અને વ્યવહાર પર પણ નિયંત્રણ રાખવુ, કારણ કે વાદ- વિવાદ થવાની શક્યતા છે.

સિંહ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ :સુર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન સિંહ રાશિઓએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે,કારણ કે પરિવાર સાથેના તમારા સંબધો ખરાબ થઈ શકે છે.આ સાથે તમારુ અને તમારા પરિવારનુ સ્વાસ્થ્ય સંબધિત ખાસ ધ્યાન રાખો.

કુંભ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : મીન રાશિનો સુર્યમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન તમારે કેટલીક કષ્ટતાનો સામનો કરવો પડી શકે છે.આથી સલાહ આપવામાં આવે છે કે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો.