fbpx
Thursday, April 25, 2024

શું દાંતમાં દુખાવો છે તમને? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ચોક્કસ ફાયદો થશે

દાંતનો દુખાવો ખૂબ જ પીડાદાયક છે. આ દુખાવો માથાં, જડબા અને કાનમાંથી આવતો હોય તેવું લાગે છે. પીડા પણ વિવિધ પ્રકારની હોય છે. કેટલાક લોકો માટે આ દુખાવો સતત રહે છે. જ્યારે કેટલાક લોકો થોડા સમય પછી પીડા અનુભવે છે. દાંતના દુખાવાની આ સમસ્યા સામાન્ય રીતે દાંતમાં ગંદકી, બેક્ટેરિયા અને સડાના કારણે થાય છે. કેટલીકવાર દુખાવો એવા સમયે થાય છે કે ડૉક્ટર પાસે જવું પણ શક્ય નથી. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આ ઉપાયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

લવિંગ

લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે. જે દાંતના દુઃખાવાને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. જો દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ કરો અને આ પાણીથી કોગળા કરો. આ સિવાય લવિંગને દાંતની વચ્ચે દબાવો અથવા કપાસમાં લવિંગનું તેલ લગાવીને દુખાવાની જગ્યા પર રાખો. તેનાથી રાહત અનુભવશો.

જામફળના પાન

જામફળના પાનને ધોઈને પાણીમાં નાખો અને થોડું મીઠું નાખો. આ પાણીને ઉકાળો અને ઠંડું થઈ જાય પછી તેને ધોઈ લો. આવું દિવસમાં બેથી ત્રણ વખત કરો. તેનાથી ઘણી રાહત મળશે.

ડુંગળી

ડુંગળીમાં બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ પણ હોય છે. ડુંગળીને છોલીને તેનો ટુકડો દુ:ખતી જગ્યા પર થોડીવાર રાખો. તેનાથી તમને દર્દમાં રાહત મળશે. થોડીવાર પછી આ ડુંગળીનો ટુકડો ફેંકી દો.

મીઠાનું પાણી

જો તમારા દાંતમાં દુઃખાવાની સાથે પેઢામાં સોજો આવી ગયો હોય તો તમારે દિવસમાં બેથી ત્રણ વખત નવશેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા જોઈએ. તેનાથી તમને દુખાવામાં ઘણી રાહત મળશે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles