fbpx
Thursday, April 25, 2024

બતકને ચીડાવવામાં કૂતરાએ કરી ભૂલ, જુઓ આગળ શું થયું

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના જબરદસ્ત વીડિયો પણ શેયર થઈ રહ્યા છે. આમાંથી કેટલાક વીડિયો જોઈને આપણને હસવું આવે છે. જ્યારે કેટલાક જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. કેટલાક વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આ વીડિયોમાં એક કૂતરો અને બતકનો આવો વીડિયો શેયર કરવામાં આવ્યો છે. જેને જોઈને તમને પણ હસવું આવશે.

હાલમાં જ એક આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કૂતરાએ બતકને ચીડાવવાની ભૂલ કરી અને પછી શું થયું, એટલું જ નહીં કૂતરાએ પૂંછડી દબાવીને ભાગવું પડ્યું, પરંતુ આ નજારો જોનારા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બતક અનાજ ખાવા માટે નદી કિનારે આવે છે અને ત્યાં હાજર એક કૂતરો તેના પર ભસવા લાગે છે. થોડા સમય માટે બતક સહન કરે છે અને કૂતરાને ભગાડવાની કોશિશ પણ કરે છે. પરંતુ, જ્યારે કામ ન થાય ત્યારે બતક ગુસ્સે થઈ જાય છે અને તેને મારવા લાગે છે. બતક તરત જ કૂતરા પર કાબૂ મેળવે છે અને તેને તેની ચાંચથી પકડીને પાણીમાં ફેંકી દે છે અને કૂતરો ભાગ્યે જ તેનો જીવ બચાવી શકે છે.

વીડિયો જોયા પછી તમે હસતા જ હશો. તમને લાગશે કે આ બતકે કૂતરાને બહુ સારો પાઠ ભણાવ્યો છે. યુઝર્સ હાલમાં આ વીડિયોને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરી રહ્યાં છે. આટલું જ નહીં યૂઝર્સ આ ફની વીડિયોને વારંવાર જોઈને એન્જોય કરી રહ્યાં છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણા વ્યૂઝ મળી રહ્યા છે. તે nature27_12 નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles