fbpx
Wednesday, April 17, 2024

શું તમે ક્યારેય ગુલાબી ચા પીધી છે? વીડિયો જોયા બાદ લોકોએ વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી

વિશ્વના સૌથી પ્રિય પીણાંમાંનું એક ચા છે. સવાર હોય કે સાંજ, ગરમ ચાનો કપ ખૂબ સારો લાગે છે. તમે ચાની વિવિધ જાતો જોઈ હશે – આદું, કાળા મરી, દૂધ વગરની ચા અથવા માત્ર દૂધવાળી ચા. આ દિવસોમાં આવી ચા ઈન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે. જે કાળો અથવા ભૂરા રંગને બદલે ગુલાબી રંગની હોય છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનો છે. દુકાનદાર અહીંના લોકોને બજારમાં ગુલાબી ચા પીરસી રહ્યો છે. ચા બનાવવાની રીત પણ સાવ અલગ છે અને તેનો રંગ ચાને બદલે મિલ્કશેક જેવો દેખાય છે.

અનોખો છે આ ચાનો કપ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચા બનાવવા માટે ચાહક સામાન્ય રીતે ચામાં ડુબાડીને ખાવા વાળી ખારીને તોડીને કપમાં નાખે છે. પછી તેમાં ઘરે બનાવેલા સફેદ માખણનો ટુકડો નાખે છે. પછી દુકાનદાર ગુલાબી રંગની ચા કપમાં ઠાલવે છે. જો કે આ ચાને ગુલાબી ચા કહી શકાય, પરંતુ પરંપરાગત રીતે તેનું નામ ‘નૂન ચાય’ છે.

લોકોએ આપી જુદી જુદી પ્રતિક્રિયાઓ

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @yumyumindia નામના ફૂડ બ્લોગ પરથી મૂકવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શન મુજબ આ ખાસ ચા નવાબોના શહેર લખનૌમાં ઉપલબ્ધ છે. આ અંગે લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કહ્યું કે આ ‘નૂન ચા’ છે, ગુલાબી ચા નથી. અન્ય એક યુઝરે કહ્યું કે, આ કાશ્મીરી ચા છે અને તેનો સ્વાદ અલગ છે. લદ્દાખ અને કાશ્મીરમાં આ ગુલાબી ચાના કપને ‘નૂન ચા’ કહેવામાં આવે છે અને તેનો સ્વાદ નમકીન છે. ચામાં બેકિંગ સોડા પડતાં તેનો રંગ ગુલાબી થઈ જાય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles