fbpx
Thursday, March 28, 2024

ભાડુઆત ભાડું ન ચૂકવી શકે તો ના કરી શકો કેસ, સુપ્રીમ કોર્ટે ભાડુઆતોને આપી મોટી રાહત

જો તમે ભાડાના મકાનમાં રહો છો અથવા તમે તમારું ઘર ભાડે આપ્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે.. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો ભાડૂત કોઈ મજબૂરીને કારણે ભાડું ચૂકવવામાં અસમર્થ હોય તો તેને ગુનો ગણી શકાય નહીં.

આ માટે IPCમાં કોઈ સજા સૂચવવામાં આવી નથી.

તેથી તેની સામે આઈપીસી હેઠળ કેસ નોંધી શકાય નહીં. સુપ્રિમ કોર્ટનું આ અવલોકન એક મકાનમાલિક દ્વારા ભાડૂઆત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસની સુનાવણી દરમિયાન સામે આવ્યું હતુ..

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડૂત પર ગુનેગાર તરીકે કેસ ચલાવી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે કેસને ફગાવી દીધો હતો. આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે કરી હતી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles