દરેક વ્યક્તિ રંગોના તહેવાર હોળીની આતુરતાથી રાહ જુએ છે. આ તહેવાર પર દુશ્મનો પણ એકબીજાને ભૂલીને એકબીજાને ભેટી પડે છે. યુપી, બિહાર સહિત દેશના ઘણા રાજ્યોમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મથુરામાં હોળીનો તહેવાર ઘણા દિવસો અગાઉથી શરૂ થાય છે. લોકો ક્યારેક ફૂલોની હોળી, અબીર-ગુલાલ અને લઠ્ઠમારની હોળી રમે છે.
હિંદુ પંચાંગ મુજબ, હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. જો કે, આ વર્ષે હોલિકા દહન અને હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. જાણો શું કહે છે જ્યોતિષીઓ-

હોલિકા દહન ક્યારે કરવું જોઈએ-
હોલિકા દહન ભદ્રા કાળમાં ન કરવું જોઈએ. આ માટે ભદ્રાકાળ સમાપ્ત થાયની રાહ જોવી જોઈએ. હોલિકા દહન માટે ભદ્રામુક્ત પૂર્ણિમાની તિથિ જરૂરી છે. હિંદુ ધર્મમાં ભદ્રાને અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કાર્યો કરવા વર્જિત છે.
હોલિકા દહન 2022 શુભ મુહુર્ત-
પૂર્ણિમા તિથિ 17 માર્ચે બપોરે 01.29 વાગ્યાથી શરૂ થશે અને 18 માર્ચે બપોરે 12.52 વાગ્યા સુધી ચાલશે. ભદ્રાકાલ 17મી માર્ચે બપોરે 01.20 વાગ્યાથી શરૂ થશે અને મોડી રાત્રે 12.57 વાગ્યા સુધી ચાલશે. ભદ્રા દરમિયાન હોલિકા દહન કરી શકાતું નથી. આવી સ્થિતિમાં હોલિકા દહન રાત્રે 12.57 વાગ્યા પછી જ શક્ય બનશે.

હોલિકા દહન 2022 શ્રેષ્ઠ મુહૂર્ત-
હોલિકા દહન માટે તે રાત્રે 12:58 થી 02:12 સુધી છે. આ પછી બ્રહ્મ મુહૂર્ત શરૂ થશે.
હોળી 2022 ક્યારે છે?
આ વખતે પૂર્ણિમા તિથિ 17મી માર્ચથી શરૂ થશે અને 18મી માર્ચે બપોરે 12.52 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ પ્રતિપદા તિથિ શરૂ થશે. પ્રતિપદા તિથિ 19 માર્ચે બપોરે 12.13 વાગ્યા સુધી રહેશે. કેટલાક લોકો 18 માર્ચના દિવસને ધૂળેટી માટે શુભ ગણી રહ્યા છે. બીજી તરફ, કેટલાક લોકો ઉદયાની તિથિ અનુસાર 19 માર્ચે ધૂળેટી રમશે. કેટલાક સ્થળોએ, ધૂળેટી 18 અને 19 તારીખે રમવામાં આવશે.