Founder of Apple-સ્ટીવ જોબ્સે 1976માં Apple Inc.ની સ્થાપના કરી અને કંપનીને ટેલિકોમ્યુનિકેશનમાં વિશ્વ અગ્રણી તરીકે પરિવર્તિત કરી. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સને 1985માં તેની પોતાની કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જો કે 90ના દાયકાના અંતમાં તે Appleના CEO તરીકે પરત ફર્યા હતા.

Founders of Flipkart -2018માં વોલમાર્ટ બાયઆઉટ વાટાઘાટો દરમિયાન સચિન બંસલનું બોર્ડ ઓફ ફ્લિપકાર્ટ સાથે અણબનાવ થયું હતું. તેણે કંપનીમાં પોતાનો સમગ્ર હિસ્સો એક અબજ ડોલરથી વધુમાં વેચી દીધો હતો અને કંપનીમાંથી બહાર નીકળી ગયા હતા.જ્યારે બિન્ની બંસલે 2018 માં ફ્લિપકાર્ટમાંથી રાજીનામું આપ્યું હતુ.

Founder of Yahoo – જેરી યાંગ, સ્ટેનફોર્ડ સ્નાતક કે જેમણે સર્ચ એન્જિન અને વેબ સર્વિસ પ્રોવાઈડર Yahoo ની સ્થાપના કરી હતી. 2008 માં, માઈક્રોસોફ્ટ પાસેથી ખરીદીનો પ્રતિકાર કર્યા બાદ યાહૂના સહ-સ્થાપક જેરી યાંગે “ચીફ યાહૂ” તરીકેની તેમની અગાઉની સ્થિતિ પર પાછા ફરવા માટે CEO તરીકેની તેમની ભૂમિકા છોડી દીધી. જો કે, ચાર વર્ષ પછી યાંગે કંપનીમાંથી સંપૂર્ણ રીતે રાજીનામું આપી દીધું હતુ.

Founder of Uber -ટ્રેવિસ કોર્ડેલ કલાનિક એક અમેરિકન ઉદ્યોગપતિ છે ,જે ઉબરના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે જાણીતા છે. 2017 માં, તેણે રાઇડ-હેલિંગ કંપનીની સ્થાપના કર્યાના આઠ વર્ષ પછી ઉબેરના CEO તરીકે પદેથી રાજીનામુ આપ્યુ.

જેક પેટ્રિક ડોર્સી એક અમેરિકન ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક અને પરોપકારી છે, જે Twitter ના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ CEO તેમજ Block, Inc. ના સ્થાપક અને CEO છે, જે નાણાકીય ચૂકવણી કરતી કંપની છે.2008 માં, જેક ડોર્સીને સહ-સ્થાપક ઇવાન વિલિયમ્સ દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા, જેઓ કંપનીના મુખ્ય રોકાણકાર અને ચેરમેન હતા.

Founder of BlackBerry – માઇક લેઝારીડીસે 1984માં બ્લેકબેરી લિમિટેડની સ્થાપના કરી. 2012 માં લેઝારીડીસે નેતૃત્વ છોડી દીધું હતું. જો કે તેમનું કંપની છોડવાનું કારણ આશ્ચર્યજનક હતુ.