fbpx
Friday, September 29, 2023

Meta CEO માર્ક ઝુકરબર્ગે કર્યું કન્ફર્મ Instagram માં આવી રહ્યું છે NFT ફિચર, જાણો શું છે આ ફિચરમાં ?

ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરી ગત વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર NFT લાવવાની વાત કરી રહ્યા છે. હવે તેના પર મહોર લગાવામાં આવી છે. મેટા હેડ માર્ક ઝકરબર્ગના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામમાં NFT ઉમેરવામાં આવશે. Engadgetના એક રિપોર્ટ અનુસાર, Meta CEO માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે NFTને Instagram પર લાવવામાં આવશે. તેમણે કહ્યું છે કે આગામી થોડા મહિનામાં ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર NFT ઉમેરવામાં આવશે. વર્ષની શરૂઆતમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે Facebook અને Instagram તેમના પ્લેટફોર્મ પર NFTને એકીકૃત કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આવા ફીચર્સ આપવામાં આવશે, જેના હેઠળ પ્રોફાઇલમાં જ NFT સેટ કરી શકાય છે. માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે ઇન્સ્ટાગ્રામમાં NFT આવશે, પરંતુ તે સ્પષ્ટ નથી કે તેનો ઉપયોગ કેવી રીતે થશે અને કંપની તેને કેવી રીતે લાગુ કરશે. શક્ય છે કે કંપની ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર NFT માર્કેટપ્લેસ લોન્ચ કરે. એવી ઘણી વેબસાઇટ્સ છે જ્યાં NFTs વેચવામાં અને ખરીદવામાં આવે છે. એ જ રીતે, NFTs આ બંને પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકાય છે અને જેઓ ખરીદવા માંગતા હોય તેઓ અહીંથી જ ખરીદી શકે છે.

હવે સમસ્યા એ છે કે NFT માટે કરવામાં આવતા વ્યવહારો ક્રિપ્ટોકરન્સીમાં થાય છે. NFT લાવવાની સાથે, કંપની તેના પ્લેટફોર્મ પર ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન પણ શરૂ કરી શકે છે. નોંધનીય છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં ક્રિપ્ટોકરન્સી પેમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં વોટ્સએપ હેડ વિલ કેથકાર્ટે જણાવ્યું હતું કે આવનારા સમયમાં વોટ્સએપ દ્વારા ક્રિપ્ટોકરન્સી મોકલી શકાશે. તેનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે.

વાસ્તવમાં ક્રિપ્ટોકરન્સી અને NFTs એ મેટાના મેટાવર્સ પ્લાનનો જ એક ભાગ છે. કંપનીએ મેટાવર્સમાં ભારે રોકાણ કર્યું છે અને મેટાવર્સ માટે તેના પ્લેટફોર્મ પર ક્રિપ્ટોકરન્સી અને NFT ને એકીકૃત કરવું જરૂરી છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles