fbpx
Tuesday, March 28, 2023

યુરિક એસિડની સમસ્યા છે? તો ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરો

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

દહીં : જો શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી ગયું હોય તો આ સ્થિતિમાં પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. કહેવાય છે કે દહીં પ્રોટીનથી ભરપૂર હોય છે અને આવી સ્થિતિમાં તે શરીરમાં યુરિક એસિડને વધુ વધારી શકે છે.

દાળ – ભાત : દાળ પણ પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે અને વધુ માત્રામાં તેનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે. એવું કહેવાય છે કે આ સ્થિતિમાં તે દાળ બિલકુલ ન ખાવી જોઈએ, જે છાલ વાળી હોય.

કિસમિસ : કિશમિશનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે, જે શરીરને અનેક રીતે લાભ દાયક છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી ગયું હોય તો કિસમિસ ન ખાવી જોઈએ.

વધુ લીંબુ : લીંબુમાં એવા ઘણા મહત્વપૂર્ણ ગુણો હાજર છે, જે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. યુરિક એસિડની સમસ્યા દરમિયાન વધુ લીંબુનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

તળેલી-શેકેલી વસ્તુઓ : જો કે તળેલી અને શેકેલી દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો તેને અવગણી શકતા નથી. જેમને યુરિક એસિડની સમસ્યા છે, તેમણે આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

કોબીજ : એક્સપર્ટના મતે શરીરમાં યુરિક એસિડનું સ્તર ન વધે તે માટે કોબીનું સેવન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તેમાં હાજર પ્યુરિન યુરિક એસિડને વધુ વધારી શકે છે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles