fbpx
Thursday, April 18, 2024

ચેરી ટામેટાંની ખેતી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પદ્ધતિ જાણો

જો તમે ચેરી ટામેટાની ખેતી કરવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ચેરી ટામેટાની ખેતીની સાથે તેની જાતો વિશે પણ જણાવીશું જે તમને સારી એવી કમાણી કરાવી શકે છે. ચેરી ટામેટા દેખાવમાં જેટલા રંગીન અને ખાવામાં રસદાર હોય છે તેટલા જ તે ઉગાડવામાં પણ સરળ હોય છે. ચેરી ટામેટાંમાં કેલરી ઓછી હોય છે, પરંતુ તેમાં ફાઈબર, વિટામીન A અને C અને કેરોટીનોઈડ એન્ટીઓક્સીડેન્ટ્સ જેમ કે લ્યુટીન, લાઈકોપીન અને બીટા કેરોટીન હોય છે. સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાની સાથે તેની ખેતી નફાકરક પણ છે, ત્યારે જેઓ તેમના ખેતરમાં તેની ખેતી કરવા માંગે છે. તેમને આજે અમે ચેરી ટમેટાની ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ચેરી ટામેટાની ખેતી

  1. ચેરી ટામેટા માટે પાણીના નિકાલવાળી જમીન સારી મનાય છે.
  2. આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ ટામેટાં વસંતઋતુની શરૂઆતમાં લગાવવામાં આવે છે.
  3. તેની ખેતી માટે બીજની ટ્રેને માટીથી ભરો.
  4. દરેક ખાનામાં લગભગ 1⁄2 સેમી ઊંડો ખાડો અથવા છિદ્ર બનાવો.
  5. પછી તેમાં બીજ વાવો અને પછી તેને માટીથી ઢાંકી દો.
  6. 5 થી 7 દિવસમાં અંકુરણ શરૂ થશે.
  7. ત્યારબાદ તેને ટ્રેમાંથી કાઢો અને તેને જમીનમાં વાવો.
  8. ચેરી ટામેટાને દિવસમાં 6થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ જોઈએ છે.
  9. ટામેટાંને છ કલાકનો સંપૂર્ણ સૂર્યપ્રકાશ, સારી હવાની અવરજવર અને ખાતરવાળી માટીની જરૂર પડે છે.
  10. જ્યારે ચેરી ટામેટાના છોડ ઝડપથી વધવા લાગે છે, ત્યારે છોડને પડતા અટકાવવા માટે વાંસના થાંભલા વડે ટેકો આપો.
  11. સંતુલિત NPK ખાતર સાથે છોડને ફળદ્રુપ કરો.
  12. જમીનને ભેજવાળી રાખો અને ખૂબ સૂકી ન રાખો કારણ કે આનાથી ફળ પર નકારાત્મક અસર પડશે જેનાથી ફળમાં તિરાડ અથવા સડી શકે છે.
  13. રોપ્યા પછી તમે 65થી 70 દિવસમાં ફળો જોઈ શકશો.
  14. સંપૂર્ણ પાકેલા ટામેટાં મોટા ટામેટા કરતાં નરમ હોય છે.
  15. ચેરી ટમેટાની અનિશ્ચિત જાતો જ્યાં સુધી પાણી અને ખાતર મેળવે ત્યાં સુધી ફૂલ અને ફળ આપવાનું ચાલુ રાખશે.

ચેરી ટામેટાની જાતો

ચેરી ટામેટાની જાતો, બ્લેક ચેરી, ચેરી રોમા, ટામેટા ટો, કરન્ટ, યલો પિઅર પ્રમાણે છે.

ચેરી ટામેટામાં આવતી જીવાતો અને રોગ

સનબર્ન, બ્લોસમ એન્ડ રોટ, ફંગલ ઈન્ફેક્શન અને વ્હાઈટફ્લાય ચેરી ટામેટા માટે જોખમ ઊભું કરી શકે છે.

ચેરી ટામેટાના સ્વાસ્થ્ય લાભો

ચેરી ટામેટા પોટેશિયમનો સારો સ્ત્રોત છે અને શરીરમાં હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. ચેરી ટામેટા એ એક સમૃદ્ધ સુપરફૂડ છે, જે શરીરની ઘણી સિસ્ટમોને લાભ આપે છે. ચેરી ટામેટાના પોષક તત્ત્વો તંદુરસ્ત ત્વચા, વજન ઘટાડવા અને હૃદયના સ્વાસ્થ્યને મદદરૂપ થાય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles