fbpx
Wednesday, April 24, 2024

હાય ! હેલો ! બોલવાનું છોડો જય શ્રી કૃષ્ણ નું નામ બોલો !

ભારતીય સાંસ્કૃતિ અત્યંત પ્રતિભાવાળી છે. અહીં બાય-બાય-ટાટા ચાલે નહિ. હાય ! હાય ! હેલ્લો ! આ શબ્દો આપણને શોભા આપતા નથી. વળી આવા શબ્દોનો કંઈ અર્થ નથી. આજના યુગમાં અશ્લિલ વાણીની બોલબાલા છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ પાવન કરનારૂ છે. જીવનને મોક્ષ આપનારૂ છે. જીભને વૈષ્ણવના મુખેથી જય શ્રી કૃષ્ણ નીકળે તો કાશી છે. ભગવાનના ગુણાનાવાદ જીવનને પરમગતિ આપનારા છે. અંત સમયે પ્રભુનું નામ યાદ આવે તે માટે પ્રભુનું નામ બોલતા રહો. વાણી ગટરમાં જાય છે હાય-હેલ્લો નકામું છે. આ આપણા જીવનનું ગાડુ જ્યાં સુધી ધર્મના પાટે ચાલે છે. વાણી પ્રભુના મંત્ર માં વપરાય ત્યાં સુધી બધુ બરાબર છે. પ્રભુનું નામ ફલાત્મક અને મંત્રાત્મક છે. તેના નામમાં : ભાગ્યની રેખાઓ બદલી નાખવાની તાકાત છે.

કૃષ્ણનું નામ મધુર છે. તેના કંઠમાં ગીત છે. મુખ પર સ્મિત છે. અને હૃદયમાં પ્રીત છે. નામ સ્મરણથી પ્રભુની કૃપા થાય ‘હું તારી જે બોલાવું છે પ્રભુ ! મારી ખબર તું લે મને પુનિત થવા દે. એમાં સત્ય કમાવા દે હાય અને હેલ્લો ! ની વાણી ગટરમાં જાય છે. કૃષ્ણની વાણી ગંગા ઘાટે લઈ જાય છે. યમુનાનું પાન કરાવે છે હાય ! હાય પ્રભુનો ટેકો નહીં આપે ભગવાન કૃષ્ણ સદાય પડખે ઉભો રહેશે જેનાથી પ્રભુનું સ્મરણ થાય તેજ વાણી સાચી નીતિ કહે છે 

‘સત્યમ વદ’ ।। કૃષ્ણનું નામ બોલો ।

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles