fbpx
Friday, March 29, 2024

આ ખેતીથી ખેડૂતો બની રહ્યા છે સમૃદ્ધ, જાણો સંપૂર્ણ વિગતો

કહેવાય છે કે સાગની ખેતી કરીને ખેડૂતો અમીર બની શકે છે, પરંતુ આજે અમે તમને સૌથી વધુ નફાકારક ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મલબાર લીમડો મેલિયા દબિયા તરીકે પણ ઓળખાય છે. તેની ખેતી કરીને ખેડૂતો બહુ ઓછા સમયમાં લાખો રૂપિયા કમાય શકે છે. ખેડૂતો માટે આ એક સારો વિચાર છે, જે માત્ર 5 વર્ષમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકે છે. ત્યારે ખેડૂતો મલબાર લીમડાની ખેતીમાં નસીબ અજમાવી શકે છે.

મલબાર લીમડાની વિશેષતાઓ

  1. આ વૃક્ષોની સૌથી ખાસ વાત એ છે કે તેની સાથે આંતરપાક પણ વાવી શકાય છે. જેથી તમારે વધારે જમીનની જરૂર નહીં પડે.
  2. તેના છોડને વધુ ખાતર અને પાણીની જરૂર પડતી નથી.
  3. આ છોડ રોપ્યાના 2 વર્ષમાં 40 ફૂટ સુધીની ઉંચાઈના થઈ જાય છે. તેનો છોડ માત્ર 5 વર્ષમાં લાકડું આપવા સક્ષમ બની જાય છે.
  4. આ વૃક્ષના લાકડાનો ઉપયોગ તમામ પ્રકારના ફર્નિચર તેમજ પેકિંગ, છતનાં પાટિયા, ઘર બાંધવા, ખેતીનાં ઓજારો, મેચ બોક્સ, પેન્સિલ અને ચાની પેટીઓ વગેરેમાં થાય છે.
  5. તેના લાકડામાંથી બનેલા ફર્નિચરમાં ક્યારેય ઉધઈ લાગતી નથી.
  6. મલબાર લીમડાનો છોડ પાંચ વર્ષમાં પ્રથમ વખત અને વધુમાં વધુ પાંચ વખત લાકડું આપી શકે છે.

ખેતી માટે કયા પ્રકારની માટીની જરૂર છે?

જૈવિક તત્વોથી ભરપૂર ફળદ્રુપ રેતાળ લોમ જમીન મલબાર લીમડાની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પછી લેટેરાઇટ લાલ માટીનો નંબર આવે છે, જે મલબાર લીમડાની ખેતી માટે સારો વિકલ્પ છે. જ્યારે કાંકરી મિશ્રિત છીછરી જમીન તેની ખેતી માટે સૌથી ખરાબ માનવામાં આવે છે. માર્ચ-એપ્રિલ દરમિયાન તેના બીજ વાવવાનું શ્રેષ્ઠ મનાય છે.

કેટલું અને ક્યારે કમાઈ શકો?

મલબાર લીમડાના 5000 વૃક્ષો વાવવા માટે 4 એકર જમીનની જરૂર છે. મલબાર લીમડાનો એક છોડ પાંચ વર્ષ પછી ખેડૂતને 4 થી 8 હજાર રૂપિયાની આવક આપી શકે છે. 4 એકરમાં ખેતી કરીને તમે સરળતાથી લાખો રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. એક ઝાડનું વજન દોઢથી બે ટન જેટલું હોય છે. બજારમાં તેની કિંમત ઓછામાં ઓછી 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આવી સ્થિતિમાં એક છોડ 6 થી 7 હજારમાં વેચાય તો પણ તમે આરામથી ઘરે બેઠા લાખો રૂપિયાનો નફો મેળવી શકો છો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles