fbpx
Thursday, April 25, 2024

જાણો, વેબ 3.0ને ઈન્ટરનેટ એટલે કે WWWનો આગળનો તબક્કો! વેબ 3.0 શું છે?

અહીં વેબ 3.0ની મૂળભૂત સમજ છે, જેમાં તેનો અર્થ શું છે, તેનો અર્થ શા માટે વ્યક્તિલક્ષી છે અને કેટલાક લોકપ્રિય વેબ 3.0ના ઉદાહરણો વિષે અમે તમને જણાવીશું. વેબ 3.0 એ કદાચ એક એવો શબ્દ છે જેને તમે તાજેતરના મહિનાઓમાં વધુને વધુ વાંચી રહ્યાં છો અને તે પણ ખાસ કરીને જો તમે ક્રિપ્ટોકરન્સી, બ્લોકચેઈન અને ઇન્ટરનેટના ભવિષ્ય જેવા વિષયોમાં અભિરુચિ હોય. પરંતુ વેબ 3.0 શું છે? શું વેબ 2.0 અને વેબ 1.0 પણ એક જ છે? વેબ 3.0 સાથે શું બદલાવની અપેક્ષા છે? તમારા તમામ સવાલોના જવાબો અહીંયા છે.

આ વેબ નંબર્સ શું છે?

વર્લ્ડ વાઈડ વેબની શરૂઆતથી લોકો તેની સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેના આધારે ઇન્ટરનેટ એટલે કે WWWને બિનસત્તાવાર રીતે ત્રણ તબક્કા અથવા પેઢીઓમાં વહેંચવામાં આવી છે. જેને વેબ 1.0, વેબ 2.0 અને વર્તમાન સમયમાં વેબ 3.0 કહેવામાં આવે છે. આ કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના બનાવેલા નિયમોને આધીન નથી. ઇન્ટરનેટ પર જ્યારે દરેક તબક્કો એટલે કે એક જનરેશન સમાપ્ત થાય છે અને નવો તબક્કો કે જનરેશન ક્યારે શરુ થશે, આ તમામ ઘટના વ્યક્તિલક્ષી છે.

અમે તમને જણાવી દઈએ કે, મોબાઈલ ટેક્નોલોજી એટલે કે સેલ્યુલર કનેક્શન્સથી વિપરીત, કે જ્યાં 2G, 3G, 4G અને હવે 5G – આવી રીતે ડેટા સ્પીડ કે ઈ- જનરેશન જોવા મળે છે. પરંતુ વેબ 1.0, વેબ 2.0 અને વેબ 3.0 એ અલગ જ ખ્યાલ છે.

વેબ 3.0 શું છે?

વેબ 3.0 ને ઈન્ટરનેટ એટલે કે WWWનો આગળનો તબક્કો (ભવિષ્યનો તબક્કો) એટલે કે થર્ડ જનરેશન માનવામાં આવે છે, જે વેબ 2.0 નો અનુગામી છે, જે વર્તમાન તબક્કો માનવામાં આવે છે. આપણે વધુ વિગતોમાં જઈએ તે પહેલાં અત્યાર સુધીની ઇન્ટરનેટની સફરને સમજીએ.

વેબ 1.0 એ ઈન્ટરનેટનો શરૂઆતનો પ્રથમ તબક્કો માનવામાં આવે છે, જ્યાં લોકો માટે ઍક્સેસિબલ વેબનો મોટાભાગનો ઉપયોગ ફક્ત સમાચારો કે માહિતી વાંચવા માટેનો હતો. જેમાં ઇન્ટરનેટ તેના યુઝર્સને ફક્ત સામગ્રી વાંચવાની મંજૂરી આપે છે અને ખરેખર તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતું નથી. જેમાં સમાચાર સાઇટ્સ, પોર્ટલ અને સર્ચ એન્જિન જેવી સામગ્રીનો સમાવેશ થાય છે. આ સમયમાં આખું વેબ એક મોટી વેબસાઇટ જેવું હતું જેમાં બહુવિધ પેજીઝ એક બીજામાં હાયપરલિંક કરેલા હતા.

હવે વાત કરીએ સેકન્ડ જનરેશન એટલે કે વેબ 2.0ની, જેમાં મુખ્ય નવું પાસું અમલમાં આવ્યું તે ક્રિયાપ્રતિક્રિયાનું છે. સોશિયલ મીડિયા પર તમે જે કંઈ વાંચો છો તેને ‘લાઈક કરવું’, વિડિયો પર ‘કમેન્ટ કરવી’ અને રસપ્રદ સામગ્રી ‘શેર’ કરવી જેવી વિભાવનાઓ પ્રચલિત ટ્રેન્ડ બની ગઈ છે. જેને સામાન્ય શબ્દોમાં કહીએ તો સોશિયલ મીડિયા એ ઇન્ટરનેટનો બીજો તબક્કો માનવામાં આવે છે. અત્યારે આપણે સૌ આ ઈન્ટરનેટના બીજા તબક્કામાં જીવી રહ્યા છીએ.

આ તબક્કામાં કન્ટેન્ટ પણ વધુ યુઝર-સંચાલિત બનવાનું શરૂ થયું, જ્યાં વેબસાઇટ્સ પેટર્નનું વિશ્લેષણ કરવા માટે યુઝરના ડેટા પર ફીડ કરશે અને ઇન્ટરનેટ યુઝર્સ વધુ આનંદ માણી શકે તેવી સામગ્રીને ફીડ કરશે, કે અપલોડ કરશે. જેના બદલામાં આ તમામ સાઇટ્સ પર યુઝર્સ વધુ સમય પસાર કરશે. આ એક એવો તબક્કો પણ બની ગયો હતો કે જ્યાં જાહેરાતો જે-તે વેબસાઈટના તમામ પેજીઝ પર પોપ થવા લાગી અને ફરીથી આ ડેટા બિટ્સના આધારે,ઓનલાઇન શોપિંગ વધવાનું શરૂ થયું.

હવે આપણે ઈન્ટરનેટના ત્રીજા એટલે કે ફ્યુચર જનરેશનની વાત કરીએ તો, જેમ જેમ આપણે વેબ 3.0 તરફ આગળ વધીએ છીએ તેમ, એક મુખ્ય ટ્રેન્ડ વિકેન્દ્રીકરણની અપેક્ષા છે. આ મૂળભૂત રીતે એક ખ્યાલ છે કે જેમાં એક વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી શક્તિ અથવા નિયંત્રણ દૂર કરે છે અને તેને જનતાને આપે છે. મતલબ કે ઇન્ટરનેટ તમામ લોકો વાપરી શકે તેવી અહીંયા વિભાવના રહેલી છે.

વિકેન્દ્રીકરણ, બ્લોકચેઈન અને અન્ય વેબ 3.0 ટ્રેન્ડઝ

અમે તમને જણાવી દઈએ કે, આનું એક સારું ઉદાહરણ ક્રિપ્ટોકરન્સી છે, જેમાં વિકેન્દ્રિત ચલણ છે. જેનું સંચાલન અથવા દેખરેખ એક જ સરકાર કે એક જ સંસ્થા દ્વારા કરવામાં આવતી નથી, પરંતુ તે અનેક લોકો દ્વારા સંચાલિત થાય છે અને એક સાથે પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરે છે. વેબ 3.0 માં વિકેન્દ્રીકરણ તત્વના સમગ્ર મુદ્દાને ઘણા લોકો દ્વારા નિર્માતાઓને બદલે યુઝર્સ પર નિયંત્રણ પાછું લાવવાનું માનવામાં આવે છે.

વેબ 2.0 સેવાઓમાં, દાખલા તરીકે, જ્યારે કોઈ ચોક્કસ પ્લેટફોર્મના સર્વર હેડક્વાર્ટરમાં ઑફલાઈન થઈ જાય ત્યારે ક્રેશ થઈ શકે છે. જોકે, વેબ 3.0 પ્લેટફોર્મ સાથે આ શક્ય બનશે નહીં. વેબ 3.0માં એકસાથે P2P (પીઅર-ટુ-પીઅર) નેટવર્ક જોવા મળશે, જેમ કે ટોરેન્ટ્સ પાવર કંપની.

વેબ 3.0 નું મોટું તત્વ બ્લોકચેઈન છે. બ્લોકચેઈન એ ક્રિપ્ટોકરન્સીની કરોડરજ્જુ ગણાય છે. ક્રિપ્ટોકરન્સી એ આવનારા વર્ષોમાં ડિજિટલ અસ્કયામતોની માલિકી કેવી રીતે ચકાસવામાં આવશે અને માન્ય કરવામાં આવશે તેની પણ મુળભુત ચાવી છે. NFTs (નોન-ફંજીબલ ટોકન્સ)ની જેમ જ અન્ય બ્લોકચેઈન-આધારિત ટેકનોલોજી આવવાની અપેક્ષા છે, જ્યાં ફક્ત ચકાસાયેલી સામગ્રીના માલિકો જ સંપત્તિનો નાણાકીય લાભ મેળવશે અને મધ્યસ્થીઓને ફાયદો નહીં મળે.

અમે તમને જણાવી દઈએ કે, વેબ 3.0માં નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પાવરિંગ ટેકની મદદથી મોટા પાયા પર માર્કેટિંગ કેવી રીતે કાર્ય કરશે તેના બદલાવની પણ અપેક્ષા છે, જેનાથી માણસો અને કમ્યુટર જેવા મશીન વચ્ચે પણ લાઈવ વાતચીત શક્ય બનશે.

આ 3D ટેક, AR/VR હાર્ડવેર અને ન્યુ યુઝર ઇન્ટરફેસ ડિઝાઇનના વિકાસ દ્વારા વધુ સંચાલિત થશે. મેટાવર્સ, એ અન્ય એક ખ્યાલ કે જે ડિજિટલ યુનિવર્સને આપણા પોતાના સમાંતર અસ્તિત્વમાં વ્યાખ્યાયિત કરે છે, જે સંપૂર્ણપણે નવા યુગની ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે અને તે વેબ 3.0 માં સંક્રમણમાં મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. અલબત્ત, વેબ 3.0 ક્યારે બહાર આવશે તે વિશે કોઈ હાલમાં કહી શકે તેમ નથી. તે ઝડપી પણ હોઈ શકે છે અથવા ધીમે- ધીમે પણ આવી શકે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles