fbpx
Sunday, June 4, 2023

આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.

આજકાલ આપણે જે પણ પ્રોડક્ટ બજારમાંથી ખરીદીએ છીએ તેની પર તેની એક્સપાયરી ડેટ ચોક્કસ લખેલી હોય છે. તે વસ્તુ ખાવાની હોય કે વાપરવાની હોય. એક્સપાયરી ડેટ પછી એ વસ્તુઓનો કોઈ ઉપયોગ થતો નથી. તેથી તે વસ્તુઓ ફેંકી દેવી પડે છે. પરંતુ આપણા રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની ક્યારેય એક્સપાયરી ડેટ હોતી નથી. કેટલીક વસ્તુઓ જેટલી જૂની થાય છે તેટલી સારી થાય છે. તેથી તેમને ફેંકી દેવાની ભૂલ ક્યારેય ન કરો નહીંતર તમારે પાછળથી પસ્તાવું પડશે. તે વસ્તુઓ વિશે અહીં જાણો.

ચોખા

ચોખા માટે એવું કહેવાય છે કે તે જેટલા જૂનો છે, તેટલા સારા અને સ્વાદિષ્ટ બને છે. તેથી જ ચોખાની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. પરંતુ આ સફેદ ચોખાની વિશેષતા છે. જો તમે બ્રાઉન રાઇસનો ઉપયોગ કરો છો, તો તેનો ઉપયોગ છ મહિનામાં કરવો પડશે કારણ કે તેમા તેલની માત્રા વધુ હોવાથી તે ઝડપથી બગડે છે.

રાઇ

લોકો રાઇના દાણાને લાંબા સમય સુધી રાખે છે કારણ કે તે બગડતા નથી. તેમાંથી નીકળતું તેલ પણ બગડતું નથી. તેથી જો આ વસ્તુઓ જૂની થઈ જાય તો તેને ફેંકી દેવાની ભૂલ ન કરો. તે જુની થાય છે ત્યારે પણ તેમના પોષક તત્વો નાશ પામતા નથી.

અથાણું

અથાણાને પાણીથી દુર રાખવામાં આવે તો તે વર્ષો સુધી બગડતું નથી. લીંબુનું અથાણું જેટલું જૂનું તેટલું સારું લાગે છે. જો કે તે જુનુ થવાને કારણે તે કાળુ પડી જાય છે, પરંતુ તેને ખરાબ માનવામાં આવતું નથી. લીંબુનું જૂનું અથાણું પેટ માટે સારી દવાનું કામ કરે છે. તેથી, અથાણું જૂનું સમજીને ફેંકવુ જોઈએ નહીં.

મધ

જો મધ અસલી હોય તો વર્ષો સુધી રાખવામાં આવે તો પણ બગડતું નથી. તે ક્યારેય જામતુ પણ નથી. જો મધને લાંબા સમય સુધી રાખ્યા બાદ જામી જવા લાગે અથવા બગડી જાય તો સમજી લેવું કે તે અસલી મધ નથી.

મીઠું અને ખાંડ

મીઠું પણ લાંબા સમય સુધી બગડતું નથી અને તેમાં જંતુઓ પણ નથી થતા. પાણીની અસરથી તેમાં ભેજ આવી શકે છે, પરંતુ તેમ છતાં તે બગડતું નથી. ખાંડ સાથે પણ એવું જ છે. તમે ખાંડને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકો છો. તે ઝડપથી બગડતું નથી.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles