fbpx
Friday, March 29, 2024

ઉનાળાની ઋતુમાં વિટામિન સી ફેસ સીરમને રૂટીનનો ભાગ બનાવો, મેળવો આ ફાયદા

ત્વચાને હાઈડ્રેટ રાખો : ઉનાળામાં જો ત્વચાને હાઈડ્રેટ રાખવામાં ન આવે તો તે નિસ્તેજ થઈ શકે છે. ત્વચાની નરમી જાળવી રાખવા માટે તમે વિટામિન સીથી બનેલું ફેસ સીરમ ચહેરા પર લગાવી શકો છો.

એન્ટી એજીંગ : તણાવ અને થાકને કારણે, મોટાભાગના લોકો ચહેરા પર કરચલીઓની સમસ્યાનો સામનો કરતા જોવા મળે છે. અકાળે કરચલીઓ વૃદ્ધત્વના સંકેતો દર્શાવે છે. આવી સ્થિતિમાં, તમે તેને વિટામિન સી ફેસ સીરમથી દૂર કરી શકો છો.

ડાર્ક સર્કલ : વ્યસ્ત શેડ્યૂલ, થાક અને તણાવને કારણે તમે આંખોની નીચે થનારાં ડાર્ક સર્કલનો શિકાર બની શકો છો. આ માટે તમે રાત્રે સૂતા પહેલા ફેસ વોશ જરૂર કરો અને આંખોની આસપાસ સીરમ લગાવો. આ પછી તેને મોઇશ્ચરાઇઝરથી લોક કરવાનું ભૂલશો નહીં.

બ્રાઈટ સ્કિન : ત્વચાને બ્રાઈટ કે ગ્લોઈંગ બનાવવામાં વિટામિન સી મહત્ત્વનો ભાગ ભજવે છે. વિટામીન સીથી બનેલા ફેસ સીરમનો ઉપયોગ નિર્જીવ ત્વચાને અને તેને ચમકદાર બનાવી શકે છે. તેને લગાવવાનું રૂટીન જરૂર ફોલો કરો.

સનબર્ન : ઉનાળામાં થતા સનબર્નને દૂર કરવા માટે તમારે દિવસમાં બે વાર ચહેરા પર વિટામિન સી સીરમ લગાવવું જોઈએ. તમે બજારમાં સરળતાથી ફેસ સીરમ મેળવી શકો છો અથવા તમે ઘરે પણ સીરમ બનાવી શકો છો.

(નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles