fbpx
Saturday, April 20, 2024

જાણો નારિયેળ પાણીના આ 10 ઉપયોગ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

આપણે બધા જાણીએ છીએ કે, નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો છે જે સ્વાસ્થય માટે ફાયદાકારક છે. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં નાળિયેર પાણી અનેક રીતે લાભ આપે છે. એક ગ્લાસ નાળીયેરનું પાણી, એક ગ્લાસ ખાંડના પાણી કે ઇલેક્ટ્રોલાઇટ્સ પાણી કરતા વધુ આરોગ્યપ્રદ છે. આજે અમે તમને આરોગ્યપ્રદ નાળિયેરના પાણીના ફાયદાઓ જણાવી રહ્યા છીએ, આ પ્રાકૃતિક પીણું ના માત્ર તમારી ત્વચાને ફાયદાકારક છે પરંતુ તેના બીજા પણ ઘણા સ્વાસ્થય વર્ધક ફાયદા છે

નાળિયેર પાણીના 10 સ્વાસ્થ્ય લાભો

પોષક તત્વોનો સારો સોર્સ

નાળિયેર પાણીમાં 94 ટકા પાણી અને ખૂબ ઓછુ ફેટ હોય છે. તે કોકોનટ મિલ્કથી સંપૂર્ણપણે અલગ છે. કોકોનટ મિલ્કમાં 50 ટકા પાણી અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. નાળિયેર પાણી ઘણા મહત્વપૂર્ણ મિનરલ્સનો નેચરલ સોર્સ છે.

કુદરતી પીણું

નાળિયેર પાણી એ કુદરતી રીતે સ્વાદિષ્ટ પીણું છે જેમાં તૈયાર પીણાંમાં ઉમેરવામાં આવતા હાનીજક પદાર્થો હોતા નથી. કુદરતી હોવાથી તેમા કોઇ પ્રિઝર્વેટિવ્સ હોતા નથી, ઉનાળાના ગરમીના દિવસોમાં શરીરને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે.

બ્લડ સુગર ઘટાડવામાં મદદરૂપ

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ નાળિયેરનું પાણી ફાયદાકારક છે. વર્ષ 2015 માં કરવામાં આવેલા અભ્યાસ મુજબ, ઉંદરો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ડાયાબિટીક ઉંદરોને નાળિયેર પાણીથી સારવાર આપવામાં આવી હતી. તેનાથી તેમના બ્લડ સુગર લેવલને જાળવવામાં મદદ મળી. વર્ષ 2021 માં પણ તેના વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે નાળિયેર પાણી ડાયાબિટીક ઉંદરોમાં બ્લડ ગ્લુકોઝ ઘટાડવામાં મદદ કરે છે.આ સિવાય નાળિયેર પાણી મેગ્નેશિયમનો ખૂબ જ સારો સોર્સ છે, જે ઇન્સ્યુલિનની સેંસેટિવિટી વધારે છે. કોકોનટ વોટર ટાઇપ 2 ડાયાબિટીઝના દર્દીઓ અને પ્રિડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ જાળવી રાખે છે.

કિડની સ્ટોનની સમસ્યા

જો કિડની સ્ટોનની સમસ્યા હોય તો નાળિયેર પાણીનું સેવન આમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. કિડની સ્ટોન પ્રિવેંશન માટે વધુમાં વધુ પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવે છે.કિડની તકલીફ ઘરાવતા લોકો માટે નાળિયેર પાણી પીવું પણ હેલ્ધી રહેશે. નાળિયેરનું પાણી પીવાથી સ્ટોન ફોર્મેશન ઓછુ થાય છે. તેથી તે ફાયદાકારક છે

નાળિયેર પાણી તમને વધુ ચરબી બર્ન કરવામાં મદદ કરે છે

નારિયેળ પાણી તમારા ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તેમા મેટાબોલિક રેટ જેટલો ઊંચો હોય છે, તેથી તે ચરબી તમે બર્ન કરવામાં મદદ કરે છે. અન્ય પ્લસ પોઈન્ટ એ છે કે નાળિયેર પાણીમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. વજન ઘટાડવા માટે આ પીણું છે.

નારિયેળ પાણી બ્લડ પ્રેશરમાં ફાયદાકારક

શું તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે? શાંત રહો અને નારિયેળ પાણી પીવો. નારિયેળ પાણી તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે અજાયબીઓનું કામ કરી શકે છે. તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે હેલ્ધી હાર્ટ ફંક્શનને જાળવવામાં મદદ કરે છે.

હૃદયરોગનું જોખમ ઘટાડે

દરરોજ નારિયેળનું પાણી પીવાથી હૃદયરોગના જોખમથી રક્ષણ મળે છે. વર્ષ 2008 માં ઉંદરો પર કરવામાં આવેલા સંશોધન મુજબ, ઉંદરોના એક ગ્રુપને કોલેસ્ટ્રોલ અને ફેટથી ભરપૂર ડાયેટ આપવામાં આવ્યુ હતુ. જ્યારે ત્યાં, નાળિયેર પાણી પણ મોટી માત્રામાં આપવામાં આવ્યું હતું. આશરે 45 દિવસ પછી, જે ઉંદરને નારિયેળ પાણી પીવડાવવામાં આવ્યું હતું, તેમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડનું લેવલ ઘટ્યું. 2005 ના અભ્યાસ મુજબ, તે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. તે પોટેશિયમથી ભરપૂર હોય છે.

હાઇડ્રેશનનો સૌથી સારો સોર્સ

નાળિયેર પાણીમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તે તમને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખે છે.નાળિયેર પાણીમાં ઘણા પોષક તત્વો અને મિનરલ્સ હોય છે, જે તમારા શરીર માટે જરૂરી છે. નાળિયેર પાણી સ્વાદમાં નેચરલી મીઠુ હોય છે અને શરીરને હાઇડ્રેટેડ રાખે છે. ઝાડા , મરડો કે ઉલ્ટી જેવી સમસ્યામાં પણ લાભ કારક છે

નારિયેળ પાણીથી વાળને થાય છે આ લાભ

નારિયેળ પાણીમાં મિનરલ્સ, વિટામિન્સ, આયરન, પોટેશિયમ અને મૈગ્નીશિયમ જેવા તત્વો હોય છે. આ તમામ તત્વો વાળ અને શરીર માટે ખુબ ફાયદેકારક છે. તમે જ્યારે તાજા નારિયેળ પાણીને વાળના મૂળમાં લગાવો છો ત્યારે તેનો સીધેસીધો ફાયદો વાળને મળે છે. પોટેશિયમ વાળના મૂળમાં ઓક્સિજનના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. નારિયેળ પાણીમાં વિટામિન-C અને વિટામિન-K હોય છે. જે તમારા માથાની ત્વચાને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે સાથે જ રક્તના પ્રવાહને પણ વધારે છે. જેથી તમારા વાળને પૂરતું પોષણ મળી શકે.

હેંગઓવરને દૂર કરવા માટે નારિયેળ

માદક પીણાના હેંગઓવરને દૂર કરવા માટે નારિયેળ પાણી એ એક ઉત્તમ ઘરેલું ઉપાય છે. નાળિયેર પાણીમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે જે હેંગઓવરની ઉતારવામાં મદદ કરે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles