fbpx
Tuesday, December 6, 2022

ડાઇનિંગ ટેબલ પર ફોર્ક અને નાઇફ રાખવાની છે ખાસ રીત, જાણો ડાઇનિંગ ટેબલના નિયમો

તમે ટેબલ મેનર્સ વિશે સાંભળ્યું જ હશે. જેમાં લોકોને ખોરાક કેવી રીતે ખાવો તે શીખવવામાં આવે છે. ભોજન કેવી રીતે ખાવું જોઈએ, ડાઈનિંગ ટેબલ પર ચમચી કેવી રીતે મૂકવી જોઈએ અને વાનગી કેવી રીતે ખાવી જોઈએ તેની માહિતીને ‘ટેબલ મેનર્સ’ કહે છે. તમે જોયું જ હશે કે જ્યારે પણ તમે હોટેલમાં જાઓ છો, ત્યાં ટેબલ પર એક પ્લેટ મૂકવામાં આવે છે અને તેની બંને બાજુ ચમચી અથવા ચાકુ અથવા ફોક રાખવામાં આવે છે. તમે વિચારશો કે આ ફક્ત ડિઝાઈન માટે છે, પરંતુ એવું નથી.

ખરેખર, આ બધી પ્લેટો, ચમચી ટેબલ પર રાખવાની એક રીત છે. જો ચમચી સીધો કે ઊંધો કે વાંકોચૂંકો રાખવામાં આવે તો તેનો અલગ અર્થ થાય છે અને ચમચી વગેરેને રાખવાની રીત ખાનારનો મૂડ જણાવે છે કે તેણે વધુ ખાવું કે નહીં. જો તમને ખોરાક ન ગમતો હોય તો પણ તમે ચમચી રાખવાની રીતથી કહી શકો છો કે તમને ખોરાક ગમ્યો નથી. તો જાણી લો કે તમે ચમચી દ્વારા તમારી વાત આગળ મૂકી શકો છો અને ચમચીને રાખવાની કંઈ રીત છે…

પ્લેટમાં ચમચી અને કાંટા કે છરી દ્વારા ઘણું બધું કહી શકાય છે. નીચેના ચિત્રમાં તમે જોઈ શકો છો કે ચમચી, કાંટો અને છરીઓ અલગ અલગ રીતે મૂકવામાં આવ્યા છે, દરેક ફોટામાં એક સંદેશ છે અને તમે તેમના દ્વારા સંદેશ મોકલી શકો છો.

  1. તમે પ્રથમ ચિત્રમાં જુઓ છો કે પ્લેટની બંને બાજુ કાંટો, છરીઓ રાખવામાં આવી છે અને પ્લેટ ખાલી છે. મતલબ કે થાળી પાસે બેઠેલી વ્યક્તિ ખાવા માટે તૈયાર છે અને થાળીમાં ભોજન પીરસી શકાય છે.
  2. બીજા નંબરના ફોટામાં જુઓ, કાંટો અને છરી અલગ-અલગ રાખવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમે હવે ખોરાક ખાઈ રહ્યા છો અને તમે હવે તે લઈ શકો છો. આ સમય દરમિયાન તમને ભોજન સર્વ કરવા માટે કહેવામાં આવી શકે છે.
  3. ત્રીજા નંબરમાં, તમે જોઈ શકો છો કે કાંટો અને છરી થોડી ક્રોસમાં રાખવામાં આવી છે. આનો અર્થ એ છે કે તેઓ હવે ખોરાક ખાઈ રહ્યા છે, પરંતુ થોડા સમય માટે વિરામ લીધો છે. અર્થ, ખોરાક ખાતી વખતે વ્યક્તિએ થોડીવાર માટે વિરામ લીધો. હવે થોડા સમય પછી ભોજન શરૂ કરવામાં આવશે.
  4. ચોથા નંબર પરના ચિત્રમાં કાંટો અને છરી પ્લેટની વચ્ચે એકબીજાની સમાંતર મૂકવામાં આવી છે. આમ કરવાથી તમે આગળની વ્યક્તિને કહી શકો છો કે તમે ખાઈ લીધું છે. બંનેને થાળીની વચ્ચે રાખવું એ ખાઈ લીધા હોવાની નિશાની છે.
  5. પાંચમા નંબર પરની તસવીરમાં તમે જોઈ શકો છો કે છરી કાંટામાં અટવાઈ ગઈ છે અને તેને ક્રોસમાં રાખવામાં આવી છે. આના દ્વારા તમે કહી શકો છો કે તમને ફૂડ પસંદ નથી આવ્યું, આનાથી હોટેલ મેનેજમેન્ટ સમજી જશે કે ફૂડ પસંદ નથી આવ્યું.
  6. છઠ્ઠા નંબરના ચિત્રમાં ફોટો નંબર ચારથી વિપરીત પ્લેટમાં કાંટો અને છરી સમાંતર રીતે મૂકવામાં આવી છે. આના દ્વારા તમે કહી શકો છો કે ફૂડ ખૂબ જ સારું હતું અને તમે ફોટોમાં જોઈને સમજી શકો છો કે તમે કઈ પણ બોલ્યા વગર ફૂડના વખાણ કેવી રીતે કરી શકો છો.
  7. નંબર 7ના ચિત્રમાં તમે જોઈ શકો છો કે કાંટો અને છરી પ્લસના રૂપમાં રાખવામાં આવી છે. તેનો અર્થ એ છે કે તમે આગામી ખોરાક માટે તૈયાર છો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles