fbpx
Thursday, April 25, 2024

ઋણમાંથી મુક્તિ અપાવશે એક જ મંત્ર! અત્યારે જ જાણો સિદ્ધકુંજિકા સ્તોત્રનો મહિમા જે દરેક ઈચ્છા પૂરી કરે છે

દુર્ગા સપ્તશતીના દરેક અધ્યાયના ખૂબ ફાયદા છે. વ્યક્તિની દરેક સમસ્યાનું સમાધાન દુર્ગા સપ્તશતીમાં છે. ત્યારે આજે વાત દુર્ગા સપ્તશતીમાં સામેલ સિદ્ધકુંજિકા સ્તોત્રની કરવી છે. આ એક એવો સ્તોત્ર છે કે જેના નવરાત્રીમાં પઠનથી આપની દરેક સમસ્યાઓ દૂર થઇ જશે આ પાઠ છે સિદ્ધકુંજિકા સ્તોત્ર. દરેક બાધાઓને શાંત કરવા, શત્રુ દૂર કરવા, દેવામાંથી મુક્તિ, કારકિર્દી, વિદ્યા, શારીરિક અને માનસિક સુખ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. જો સમય ઓછો હોય તો તમે માત્ર સિદ્ધકુંજિકા સ્તોત્રના પઠનથી પણ દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠ જેટલું જ ફળ પ્રાપ્ત કરી શકો છો. નામ અનુસાર જ આ સ્તોત્ર અત્યંત ‘સિદ્ધ’ છે. કહે છે કે જ્યારે કોઇ સવાલનો જવાબ ન મળી રહ્યો હોય, સમસ્યાઓનું નિવારણ ન થતું હોય, વારંવાર કોઈ પરેશાની પરેશાન કરી રહી હોય ત્યારે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. આ સ્તોત્રના પઠનથી મા ભગવતી વ્યક્તિની અચૂક રક્ષા કરતાં હોવાનું કહેવાય છે.

સિદ્ધકુંજિકા સ્તોત્રનો મહિમા

ભગવાન શંકર કહે છે કે સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ કરનારને દેવી કવચ, અર્ગલા, કીલક, રહસ્ય, સૂક્ત, ધ્યાન, ન્યાસ અને અહીં સુધી કે અર્ચન કરવાની પણ આવશ્યકતા નથી રહેતી. માત્ર કુંજિકાસ્તોત્રનો પાઠ કરવાથી દુર્ગા સપ્તશતીના પાઠ જેટલું ફળ પ્રાપ્ત થઇ જાય છે. આ પાઠ માત્ર મારણ, મોહન, વશીકરણ જેવા ઉદેશ્યોની એક સાથે પૂર્તિ કરે છે. આ સ્તોત્રમાં યોગ અને પ્રાણાયામ જેટલી શક્તિ છે.સિદ્ધકુંજિકા સ્તોત્ર અત્યંત સાવધાની પૂર્વક કરવો જોઇએ.

નોંધી લો આપની તમામ સમસ્યાનું સમાધાન આપતો આ મંત્ર:

એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે |

ૐ ગ્લૌં હું ક્લીં જૂં સ :

જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ

એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે

જ્વલ હં સં લં ક્ષં ફટ્ સ્વાહા ||

આ સંપૂર્ણ મંત્ર જો આપ ન કરી શકો તો તેનો સંક્ષિપ્ત અને સરળ મંત્ર તો અવશ્ય કરવો. નોંધી લો સંક્ષિપ્ત મંત્ર.

એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles