fbpx
Friday, April 19, 2024

કાળઝાળ ગરમીમાં આ બે રોગોનું જોખમ વધી ગયું છે, જો તમને આ ચેતવણી ચિહ્નો દેખાય છે, તો ધ્યાન રાખો કે…

ભારતના ઘણા શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસની પાર પહોંચી ગયો છે, લોકો બીમાર પડવા લાગ્યા છે. એવામાં વાયરલ ફીવર અને ડાયરિયાના સંક્રમણના કારણે ડિહાઈડ્રેશનના કેસ વધવા લાગ્યા છે. તેના પાછળનું કારણ સૂર્યના તાપના સંપર્કમાં આવવાથી તાત્કાલિક ઠંડું પાણી પીવું પણ છે. વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને તમે ખાવા પીવા પર ધ્યાન આપો. લોકોને ડાયરિયા અને વાયરલ ફીવર બન્નેના લક્ષણો વિશે જાણ હોવી જરૂરી છે.

આ બીમારીઓને અનદેખી ના કરો
જ્યારે પણ તમારા શરીરમાં વાયરલ ફીવર અને ડાયરિયાની વોર્નિંગ સાઈન મળવા લાગે ત્યારે સૌથી જરૂરી છે કે તમે નજીકની હોસ્પિટલમાં જઈને ડોક્ટરની સલાહ લો અને જરૂરી ટેસ્ટ કરાવો. આવો જાણીએ કે આ બીમારી વિશે કેવી રીતે જાણવું.

ડાયરિયાના લક્ષણો
– પેટ નો દુ:ખાવો
– ઉબકા કે ઉલટી થવી
– પેટમાં ખેંચ અનુભવવું
– ભૂખ ન લાગવી
– માથાનો દુખાવો થવો
– તાવ આવવો
– સતત તરસ
– સ્ટૂલમાં લોહી
– ડિહાઇડ્રેશનની સમસ્યા થવી
– દિવસમાં ઘણી વખત મળ ત્યાગ કરવા જવું

વાયરલ તાવના લક્ષણો
– માથાનો દુખાવો
– આંખો લાલ થવી
– આંખોમાં બળતરા
– સુકુ ગળું
– શરદી થવી
– શરીરમાં દુખાવો
– શરીરના તાપમાનમાં વધારો
– સાંધામાં દુખાવો થવો

ડિહાઇડ્રેશનથી બચો.
– રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો.
– દૂષિત પાણીનું સેવન ન કરો.
– બદલાતી સિઝનમાં બહારની વસ્તુઓ ખાવાનું ટાળો.
– હુંફાળું પાણી પીવો.
– સંતુલિત આહાર લો
– વાયરલ તાવના દર્દીઓના સંપર્કમાં આવવાનું ટાળો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles