fbpx
Thursday, April 25, 2024

આ 5 ટિપ્સ અનુસરો અને વધતી ગરમીમાં ફાટેલા હોઠની સમસ્યાથી મેળવો રાહત

શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ ઉનાળામાં પણ ઘણા લોકોના હોઠ ફાટી જાય છે. તેનું કારણ પાણીનો અભાવ છે. ઉનાળાની ઋતુમાં શરીરને વધુ પાણીની જરૂર પડે છે. ઓછું પાણી પીવાથી ડિહાઈડ્રેશન થાય છે, જેના કારણે હોઠ સુકાઈ જાય છે અને ફાટવા લાગે છે. આ ઉપરાંત,  લાંબા સમય સુધી તડકામાં રહેવાથી, તીવ્ર સૂકા પવનના સંપર્કમાં રહેવાથી અને શરીરમાં પોષક તત્વોની અછતને કારણે પણ ઘણી વખત થાય છે. ઘણીવાર લોકો જીભ દ્વારા અથવા થૂંક વડે સૂકા હોઠને ભીના કરે છે, આ સમસ્યાને વધારે છે.

હની બામ

મધથી બનેલો બામ કુદરતી રીતે તમારા હોઠને હાઇડ્રેટ કરે છે. તમે તેને ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. આ માટે ગ્લિસરીન અથવા વેસેલિનમાં મધના થોડા ટીપાં મિક્સ કરીને દરરોજ રાત્રે સૂતી વખતે હોઠ પર લગાવો. ઘણી રાહત થશે.

કોકોનેટ બામ

તમે પેટ્રોલિયમ જેલી અને નારિયેળનું તેલ સમાન માત્રામાં લઈને એક સરસ લિપ બામ પણ તૈયાર કરી શકો છો. આ બંને વસ્તુઓને મિક્સ કરીને ફ્રીજમાં રાખો. લગભગ એક કલાક પછી તમારું મલમ તૈયાર થઈ જશે. તમે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. દરરોજ રાત્રે સૂતી વખતે તેને લગાવો. નાળિયેર તેલ તમારા હોઠને નરમ બનાવે છે.

શિયા બટર બામ

શિયા બટર હોઠને મોઇશ્ચરાઇઝ કરવાનું પણ કામ કરે છે. 1 ચમચી એરંડાનું તેલ, 1 ચમચી શિયા બટર અને 2 ચમચી નારિયેળ તેલ લો અને સારી રીતે મિક્સ કરો. ઓગળ્યા પછી તેમાં થોડું બીટરૂટ અને ચમચી ગ્રેપ ફ્રુટ અસેન્શિયલ ઓઈલ મિક્સ કરો. આ પછી દરરોજ રાત્રે સૂતી વખતે તેને હોઠ પર લગાવો.

ચોકલેટ બામ

ચોકલેટ પણ તમારા હોઠને નરમ બનાવે છે અને ભેજ પ્રદાન કરે છે. તેનો બામ બનાવવા માટે, 1 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી ઓલિવ તેલ લો. તેમાં 1 ચમચી જોજોબા તેલ અને ટી ટ્રી ઓઈલના થોડા ટીપાં ઉમેરો અને એક ચમચી કોકો પાવડર મિક્સ કરો. બધું મિક્સ કરીને એર ટાઈટ કન્ટેનરમાં મુકો અને ફ્રીજમાં રાખો. દરરોજ રાત્રે સૂતા પહેલા ઉપયોગ કરો.

(નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles