fbpx
Thursday, April 25, 2024

આ ફળ ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચાવશે, મળશે અનેક ફાયદા

ઉનાળાની ઋતુ શરૂ થઈ ચુકી છે. આ ઋતુમાં બજારમાં ઘણા પ્રકારના ફળ આવે છે જે તમને તાજગીની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં તરબૂચ, શકરટેટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લોકોને તરબૂચ ખૂબ ગમે છે કારણ કે તેને ખાવાથી લોકો ખૂબ જ તાજગી અનુભવે છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સારી આવે છે. તરબૂચમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ અને વિટામિન સી હોય છે. તે કીડની, બ્લડપ્રેશર અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભકારી ફળ છે.

શકરટેટીમાં GI લેવલ ઓછું હોય છે, જેના કારણે બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. જે લોકોને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમના માટે પણ શકરટેટી ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં ફાઈબરની માત્રા મળી આવે છે. વધુમાં, શકરટેટી વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તે હૃદયની બીમારીઓ અને કેન્સરથી બચવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

શકરટેટી ખાવાના ફાયદા-
યુટીઆઈની સમસ્યાથી પીડિત લોકો માટે શકરટેટી ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી શરીરના તમામ ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. આ સાથે તેને ખાવાથી પેટ પણ સારી રીતે સાફ થાય છે. ઉનાળામાં શકરટેટીનું સેવન કરવાથી ત્વચા પર પણ સારી અસર પડે છે. ઉનાળામાં તમને હાઈડ્રેટ રાખવા ઉપરાંત તે કબજિયાતમાં પણ રાહત આપે છે. ડૉ.ભાવસારે જણાવ્યું કે ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે, પરંતુ ધ્યાન રાખો કે જ્યારે તે સિઝનમાં હોય ત્યારે જ ખાવું જોઈએ.

શકરટેટીને કેવી રીતે આહારમાં સામેલ કરવું-
શકરટેટીનો રસ- શકરટેટીના બીજ કાઢીને તેના નાના ટુકડા કરી લો. ત્યારપછી, 2 કપ શકરટેટીને મિક્સરમાં બ્લેન્ડ કરો. પછી તેને ગાળીને જ્યુસ અલગ કરી લો. આ રસ 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

શકરટેટી મિલ્કશેક- શકરટેટીને ક્યુબ્સમાં કાપો. ત્યારપછી મિક્સરમાં દૂધ, ક્રીમ અને બરફ નાખીને બ્લેન્ડ કરો. તૈયાર છે તમારું મસ્કમેલન મિલ્કશેક.

શકરટેટીની ખીર- જો તમે ઉનાળામાં હેલ્ધી ડેઝર્ટ વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે શકરટેટીની ખીર લઈ શકો છો. આ માટે શકરટેટીને દૂધ, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ સાથે પકાવી શકો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles