fbpx
Wednesday, April 24, 2024

ચૈત્ર મહિનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો લીમડાના પાનનો રસ, થશે આ ફાયદા

ચૈત્ર માસ એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ.. આ માસમાં લીમડાના ઝાડ પર મોર આવે છે. આયુર્વેદના મત પ્રમાણે ચૈત્ર માસમાં આ મોર એક ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે. ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનું રસ પીવો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે ફાયદાકારક છે.

લીમડો એક એવું ઝાડ છે જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. લીમડાના બધા જ પોષક તત્વોના કારણે આપણા શરીરમાં ફાયદો થાય છે. લીમડાના સેવનથી પેટથી જોડાયેલી સમસ્યાઓથી લઇને ત્વચાની સમસ્યા અને ત્યાં સુધી કે સ્વાસ્થ્યની તકલીફમાં પણ રાહત મળે છે. લીમડાના ફૂલ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. લીમડાના કૂલ શરીરના મેટાબોલિક રેટને સારું રાખે છે, જેનાથી કેલેરી બર્ન થઇ ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તેથી લોકો તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરે છે.

ચૈત્ર મહિનામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પીવું જોઈએ લીમડાના પાનનું રસ
લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં-કુમળાં પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું નાખીને પીએ છે. એનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ સાથેના દાદર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે.લીમડો એસિડિટીને જડમૂડથી નાબૂદ કરનાર ઔષધ છે. વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાનાં પાન અને નમકનું મિશ્રણ ખૂબ ઉપયોગી થાય છે.

ચામડીનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપે છે. લીમડાના પાનનું રસ
લીમડાની ઔષધિ પ્રત્યે સ્વભાવિક રુચિ નથી થતી પરંતુ તે અરુચિ દૂર કરનાર ઉત્તમ ઓષધ છે. અરુચિ અને એસિડિટીના દર્દીઓએ ચૈત્રમહિનામાં લીમડાની માંજર અને કૂમળાં પાનનું રસ અવશ્ય પીવું જોઈએ. લીમડાના પાનનું રસ ચામડીનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપે છે અને વર્ષો જૂના ચામડીનાં રોગો દૂર થાય છે. ચામડીના દર્દીઓએ પાણીમાં લીમડાના પાન કે તેના પાવડરને ઉકાળીને સ્નાન કરવું જોઈએ જેનાથી ઝડપથી ચામડીનાં દર્દો મટે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles