fbpx
Thursday, April 25, 2024

સૂર્યદેવ ગુજરાતમાં અગનગોળા વરસાવી રહ્યા છે, આજે અને આવતીકાલે યલો એલર્ટની ચેતવણી

ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે અગન ગોળા વરસાવી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધતો જઇ રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના શરૂ થયેલા ગરમ-સૂકા પવનોના કારણે અમદાવાદમાં ગરમીનો પારો ફરી 42 ડિગ્રીને પાર કરી ગયો છે.

હીટવેવને પગલે અમદાવાદ કોર્પોરેશને શુક્રવારથી રવિવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં શુક્ર-શનિવારે યલો એલર્ટ આપ્યું છે.

રાજ્યમાં દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમદાવાદમાં ગુરુવારે સવારથી ગરમ-સૂકા પવનોનું જોર વધતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 25.5 ડિગ્રીએ પહોંચતાં લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી બેથી ત્રણ દિવસ હીટવેવનું જોર વધતાં ગરમીનો પારો 43 ડિગ્રી કે તેથી વધુ નોંધાવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

ગરમ પવનોની અસરથી રાજ્યના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને ડીસા જેવાં 7 શહેરોમાં ગુરુવારે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles