fbpx
Thursday, April 18, 2024

બાળકો માટે આઉટડોર પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેના ઘણા શારીરિક અને માનસિક ફાયદા છે

એડવાન્સ ટેકનોલોજીના આ યુગમાં બાળકો ઘરની બહાર રમવાને બદલે મોબાઈલમાં વધુ સમય પસાર કરવા લાગ્યા છે. તેઓ મોટાભાગે ઇન્ડોર્સ ગેમ્સમાં ધ્યાન આપે છે. જેના કારણે તેમને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે. આમ કરવાથી બાળકોના માનસિક વિકાસ પર અસર પડી શકે છે.

સ્માર્ટફોન કે કમ્પ્યુટરનો સતત ઉપયોગ બાળકોમાં ચીડિયાપણું વધારે છે અને તેમને અભ્યાસમાં પણ મન લાગતું નથી. તેઓને એકલા રહેવાનું ગમવા લાગે છે. તેઓ લોકોમાં ભળી શકતા નથી. આવી સ્થિતિમાં બાળકોને આઉટડોર એક્ટિવિટીમાં કૂદવા અને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બાળકો ઘરની બહાર નીકળી આઉટડોર રમતો રમે ત્યારે તેમનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. આઉટડોર ગેમ્સ રમવાથી તેમનું વ્યક્તિત્વ પણ સુધરે છે. તેઓ અન્ય બાળકો સાથે પરિચયમાં આવે છે અને સામાજિક વર્તન પર અસર થાય છે. જેથી આજે અમે તમને બાળકો માટે આઉટડોર એક્ટિવિટી કેટલી જરૂરી છે? તે અંગે જાણકારી આપી રહ્યા છીએ.

આજના સમયમાં નાના બાળકોને પણ ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ટેન્શન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, આઉટડોર ગેમ્સ રમવાથી આવી બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે. બાળકો ખુલ્લા મેદાનમાં જઈને દોડાદોડી કરે ત્યારે બાળકોમાં મેદસ્વિતા આવતી નથી.

આઉટડોર ગેમ્સમાં બાળકો ખો-ખો, બેડમિન્ટન, ક્રિકેટ, કબડ્ડી, ગિલ્લી ડંડા, ટેબલ ટેનિસ, ફૂટબોલ, બાસ્કેટબોલ, હોકી જેવી અનેક રમતો રમી શકે છે. આ રમતો બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી તેઓમાં ટીમની ભાવના આવે છે. તેઓ માનસિક અને શારીરિક વિકાસને પણ સમજે છે.

આઉટડોર ગેમ્સ દ્વારા બાળકો સ્વસ્થ અને ફિટ રહે છે, તેમને ચીડ ચડતી નથી. જેથી તેઓ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે છે. આ સાથે જ આઉટડોર ગેમ્સથી બાળકોમાં આત્મવિશ્વાસ પણ વધે છે.

ઘરની બહાર રમતા બાળકો ઘરની અંદર રહેતા બાળકો કરતા વધુ સારી રીતે લોકો સાથે વાતચીત કરે છે તે જગજાહેર છે. તેઓ ટૂંક સમયમાં જ લોકો સાથે ભળી જાય છે. બાળકો રમતા બાળકો નવા મિત્રો બનાવે છે. જે તેમની સામાજિક અને સંચાર કુશળતામાં સુધારો કરે છે. તે બાળકોને આગળ જતા ઘણી મદદ કરે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles