fbpx
Thursday, March 23, 2023

તમારા વાળ માટે વરદાન બની રહેશે મુલતાની માટી, આ રીતે ઉપયોગ કરો

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

રોંજીદા જીવનમાં કામને કારણે ઘરની બહાર રહેવાને લીધે ઘણા લોકોને ચામડી અને વાળથી સંબંધિત કેટલીક સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અનેક લોકો બજારમાં મળતી કેટલીક પ્રોડકટસનો ઉપયોગ કરતા હોય છે, જેનાથી કોઈ રાહત મળતી નથી તેવામાં કેટલાક ઘરેલૂ ઉપાયોથી આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

ચામડીના વધારાના તેલને નિયંત્રિત કરવા માટે મુલતાની માટી ખૂબ જ ફાયદાકારક છે. મુલતાની માટી ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે વાળ માટે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો. મુલતાની માટી વાળ સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં પણ મદદ કરે છે. તે વાળને ઊંડાણપૂર્વક પોષણ આપવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે હેલ્ધી વાળ માટે તમે કઈ રીતે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો.
મુલતાની માટી અને દહીંનું પેક

એક બાઉલમાં 2થી 3 ચમચી મુલતાની પાવડર લો. તેમાં 1થી 2 ચમચી સાદુ દહીં ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. આ હેર પેકને માથાની સાથે સાથે વાળમાં પણ લગાવો. આ હેર પેકને વાળ અને માથાની ચામડી પર 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2થી 3 વખત કરી શકો છો.
મુલતાની માટીનું હેર પેક

એક બાઉલમાં 2-3 ચમચી મુલતાની માટી પાવડર લો. તેમાં થોડું પાણી નાખો. તેને સારી રીતે મિક્સ કરો. આ હેર પેકને વાળમાં 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1થી 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
મુલતાની માટી અને લીંબુના રસનો હેર પેક

એક બાઉલમાં 2થી 3 ચમચી મુલતાની માટી પાવડર નાખો. તેમાં 1થી 2 ચમચી લીંબુનો રસ ઉમેરો. તેમાં થોડું પાણી ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. આ હેર પેકને વાળ તેમજ માથાની ચામડી પર લગાવો. આનાથી માથાની ચામડી પર થોડીવાર મસાજ કરો. તેને માથાની ચામડી પર 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ વાળ ધોઈ લો. તમે અઠવાડિયામાં 1 કે 2 વાર આ હેર પેકનો ઉપયોગ કરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles