fbpx
Friday, March 29, 2024

શા માટે સૂકા મેવાને 6-8 કલાક સુધી પલાળીને ખાવા જોઈએ? આ કારણ આયુર્વેદમાં આપવામાં આવ્યું છે

સૂકામેવા દરેક માનવીના જીવન માટે સૌથી શ્રેષ્ઠ આહાર ગણાય છે. શરીરની તંદુરસ્તીથી લઈને મગજની તંદુરસ્તી માટે ડ્રાયફૂટના ફાયદા અનેરા છે. તેમાં પણ ખાસ કરીને કાજૂ અને બદામની સાથે અખરોટના તો અનેક ફાયદા છે. અખરોટ અસંખ્ય સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે અને જ્યાં સુધી ડોક્ટર દ્વારા અમુક કારણોસર સલાહ આપવામાં ન આવે, ત્યાં સુધી તે આહારનો એક ભાગ ચોક્કસથી હોવો જોઈએ, પરંતુ અમુક લોકો તેમની પોષક રૂપરેખાને ધ્યાનમાં લઈને સૂકામેવા પર વધારે ફોકસ કરે છે, પરંતુ શું તે સલાહભર્યું છે કે નહીં?

“આપણે બધા વિચારીએ છીએ કે સવારના નાસ્તામાં સૂકોમેવો સ્વાસ્થ્યપ્રદ છે, સાચું ને? સૂકામેવામાં વિટામિન ઇ, કેલ્શિયમ, સેલેનિયમ, કોપર, મેગ્નેશિયમ અને રિબોફ્લેવિન ભરપૂર માત્રામાં હોય છે. તે આયર્ન, પોટેશિયમ, ઝીંક અને વિટામિન્સ બી, નિયાસિન, થાયમીન અને ફોલેટથી પણ સમૃદ્ધ છે, તેથી દરરોજ સૂકોમેવો ખાવો શ્રેષ્ઠ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે”

જોકે “સૂકામેવામાં ભરપૂર માત્રામાં ચરબી, પ્રોટીન અને ફાઇબર પણ હોય છે, તેથી તે ધ્યાન રાખવું જરૂરી છે કે કયા ડ્રાયફ્રૂટમાં કેટલી કેલરી, ચરબી અને અન્ય હોય છે.”

કેટલો સૂકોમેવો ખાવો યોગ્ય?

શ્રેષ્ઠ પાચન ક્ષમતા ધરાવતા લોકો માટે જેઓ દરરોજ વ્યાયામ કરે છે, પૂરતું પાણી પીવે છે અને તેમને કોઈ રોગ નથી તેઓ દરરોજ એક ઔંસ એટલે કે હાથની હથેળીમાં બંધબેસે એટલો સૂકોમેવો ખાવો શરીર માટે યોગ્ય છે.

વધારે પડતો આહાર?

સૂકોમેવો વધારે ખાવાથી અપચો, પેટમાં ભારેપણું, ગરમીની સમસ્યા, ઝાડા, વજન વધવું, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે તેમાં 80 ટકા ચરબી હોય છે. તેથી વધારે આરોગણ ટાળો તેવી સલાહ પણ ડૉ દિક્ષાએ આપી હતી.

કેવી રીતે ખાવા સૂકામેવા?

આયુર્વેદ અનુસાર સૂકામેવા પચવામાં ભારે હોય છે, કારણ કે તેમાં નોંધપાત્ર માત્રામાં ચરબી, પ્રોટીન અને ફાઇબર હોય છે અને તે શક્તિમાં પણ ગરમ (ઉષ્ણ વીર્ય) હોય છે, તેથી જ્યારે પણ તમે તેને ખાઓ, ત્યારે ખાતરી કરો કે તમે તેને છ-આઠ કલાક સુધી પલાળી રાખ્યા છે કે નહીં. પલાળવાથી તેની ઉષ્ણતા (ગરમી) ઓછી થાય છે.

તેમાંથી ફાયટીક એસિડ/ટેનીન દૂર થાય છે. ગરમી દૂર થતા તે વધુ પોષણક્ષમ બને છે અને આરોગવામાં પણ ઠંડા બને છે. જો તમે તેને પલાળવાનું ભૂલી જાઓ છો, તો તેને સૂકવી લો અને પછી તેને કાચા ખાવા ખૂબ ફાયદાકારક છે.

સૂકામેવા ખાવાનો ઉત્તમ સમય કયો?

તેમને ખાવા માટેનો શ્રેષ્ઠ સમય છે સવાર. સવારે અથવા મધ્યાહ્ન/સાંજના નાસ્તા તરીકે તેને આરોગી શકાય છે.

શું દરેક વ્યક્તિ સૂકામેવા ખાઈ શકે છે?

નબળા આંતરડા, પાચન સમસ્યાઓ, પેટનું ફૂલવું, એસિડિટી, GERD (ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લક્સ રોગ), ગંભીર ઝાડા, IBS, અલ્સેરેટિવ કોલાઇટિસ, સૂકામેવાની એલર્જી ધરાવતા લોકોએ જ્યાં સુધી તેમનું પાચન સુધરે નહીં, ત્યાં સુધી અખરોટ ખાવાનું ટાળવું જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles