fbpx
Tuesday, March 28, 2023

ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે આવા ખોરાકથી દૂર રહો

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ચોમાસાની ઋતુ હવે આવી ગઈ છે અને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. ચોમાસાના કારણે ગરમીથી રાહત મળી છે, પરંતુ ચોમાસામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. આ કારણોસર ચોમાસામાં શું ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ તે વિશે જાણકારી હોવી જરૂરી છે.

જળવાયુ પરિવર્તનના કારણે રોજબરોજની તમામ બાબતો પર અસર થાય છે. જેમ કે, બેક્ટેરિયા અને અનેક પ્રકારના વાયરસ સરળતાથી ભોજનમાં બનવા લાગે છે. આ પ્રકારના ભોજનનું સેવન કરવાને કારણે આરોગ્ય પર અસર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે.

ચોમાસામાં વાયરલ ફીવર અને પાણીજન્ય બિમારીઓ થવી સામાન્ય બાબત છે. આ કારણોસર હાલના સમયમાં સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. જેથીચોમાસામાં યોગ્ય ભોજન વિશે અને કઈ રીતે ખાવું જોઈએ તેના વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. જેનાથી તમે ચોમાસાની મજા લઈ શકશો.

સી ફૂડનું મર્યાદિત માત્રામાં સેવન કરો

જો તમે પેસટેરિયન છો અને તમને સી ફૂડ ખાવાનું પસંદ છે, તો તમને ચોમાસામાં તકલીફ થઈ શકે છે. આ કારણોસર ચોમાસામાં સી ફૂડનું સેવન ન કરવું જોઈએ. ચોમાસામાં પાણી દૂષિત હોવાની સંભાવના વધુ હોય છે, જેથી માછલી અને સમુદ્રી જીવોને સંક્રમણ થાય છે. આ કારણોસર ચોમાસામાં સી ફૂડનું સેવન ના કરવું જોઈએ.

કાચા ભોજનનું સેવન ના કરો

કાચુ ભોજન હાનિકારક બેક્ટેરિયા અને વાયરસને આમંત્રિત કરે છે. આ કારણોસર કાચું ભોજન અને અધકચડા ભોજનનું સેવન ના કરવું જોઈએ. મટન બનાવતા સમયે ગેસ વધારે છે કે ધીમો તેના પર ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં ભોજનમાં બેક્ટેરિયા અને વાયરસ જીવિત રહેવાની સંભાવના છે.

સ્ટ્રીટ ફૂડનું સેવન ના કરો

ચોમાસામાં બેક્ટેરિયાને જોઈતું તાપમાન મળી રહે છે. જેનાથી ભોજનમાં બેક્ટેરિયા બનવા લાગે છે અને પાણીજન્ય બિમારીઓ થવાની સંભાવના રહે છે. આ કારણોસર તમારે સ્ટ્રીટ ફૂડનું સેવન ના કરવું જોઈએ અને ઘરનું જ ભોજન કરવું જોઈએ.

શાકભાજી વાપરતા પહેલા સાફ કરો

જ્યારે પણ તમે શાકભાજીનો વપરાશ કરો તે પહેલા તેને એકવાર ધોઈને સાફ કરવા જરૂરી છે. ચોમાસામાં લીલા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ હોય છે. પત્તાવાળી શાકભાજીમાં બેક્ટેરિયા વધુ હોય છે. આ કારણોસર તેનો વપરાશ કરતા પહેલા તેને એકવાર ધોવા જરૂરી છે. ફળ અને શાકભાજી ખરીદતા સમયે સાવચેત રહેવું જોઈએ. જો શાકભાજી પર કોઈ કટ જોવા મળે તો તેની ખરીદી ના કરવી જોઈએ. મટન બનાવતા પહેલા તેને એકવાર ગરમ પાણીથી સાફ કરી લેવું જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles