fbpx
Tuesday, March 28, 2023

આ સલાડ તમારું વજન ઘટાડશે, આજે જ તમારા ડાયટમાં સામેલ કરો

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

વધારે વજનના અને જાડા દેખાવુ કોને પંસદ હોય? લગભગ કોઈને નહીં. આજકાલ ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. વ્યસ્ત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારને કારણે ઘણીવાર લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. વધેલા વજનને નિયંત્રિત કરવા માટે તમારે નિયમિત કસરત કરવી અને આરોગ્યપ્રદ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વજન ઘટાડવા માટે તમે ઘણા પ્રકારના સલાડને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તમે ફળો અને શાકભાજીનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના સલાડ બનાવી શકો છો. તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. આવો જાણીએ કે તમે આ સલાડની રેસિપી કેવી રીતે બનાવી શકો છો.

રાજમાનું સલાડ
સામાન્ય રીતે ઘણા લોકો રાજમાની કઢીનો ઉપયોગ ભાત સાથે ખાવા માટે કરતા હોય છે. તમે રાજમાનું સલાડ બનાવી શકો છો. જે તમારુ વજન ઓછુ કરવામાં મદદ કરશે. તેની રેસિપી ખુબ જ સરળ છે. એક કપ કે અડધો કપ રાજમા લો, તેમાં કાપેલા ટામેટા, કોબીજ અને ડુંગળી નાંખો. તેમાં તમે અખરોટ અને મગફળીના દાણા પણ ઉમેરી શકો છો. લીંબૂ અને મીઠું તેનો સ્વાદ વધારવામાં મદદ કરશે. આ તમામને બરાબર હલાવીને તેને નિયમિત ખાવાનો પ્રયાસ કરો.

કાકડીનું સલાડ
કાકડી ઉનાળાની ગરમીમાં શરીરને ખુબ રાહત આપે છે. ઘણી વાર તેનો ઉપયોગ લોકો આંખને ઠંડક આપવા માટે પણ કરતા હોય છે. કાકડીમાં 90 ટકા પાણી હોય છે. એક બાઉલમાં નાના કાપેલા ટામેટા, ડુંગળી, કાકરી, ગાજર અને મૂળા નાંખો. તમે સ્વાદિસ્ટ બનાવવા માટે તેમાં ફુદીનાની ચટની, જીરા પાઉડર, લીંબૂનો રસ અને મીઠું ઉમેરો. તેને સરસ રીતે હલાવીને તેનુ રોજ સેવન કરો. આ સ્વાદિસ્ટ સ્લાદ તમારુ વજન ઘટાડવામાં મદદ કરશે.

કાબુલી ચણાનું સલાડ
કાબુલી ચણા એ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ કાબુલી ચણાને તમે સલાડ તરીકે ડાયટમાં સામેલ કરી શકો છો. એક બાઉલમાં ગાજર, મરચુ, કોબીજ, પનીર અને કાબુલી ચણા નાંખો. સ્વાદ અનુસાર તેમા મીઠું-મર્ચુ ઉમેરો. તેમાં તમે લીંબૂનો રસ અને થોડુ તેલ પણ ઉમેરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles